સાંતલપુર પાસે ગમખ્વાર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 14:06:44
  • Views : 330
  • Modified Date : 2020-03-19 14:06:44

સાંતલપુર પાસે ગમખ્વાર અકસ્માત  પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ઇકો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં ઇકોમાં બેઠેલા ચારથી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ હતુ. દ્રશ્યો જોતાં  ચોંકાવનારો અને ભયાનક અકસ્માત સર્જાતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. તે દરમ્યાન કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં રાહત બચાવ કામગીરી માટે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ત્યારે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર-રાધનપુર નજીક બાબરા પાટીયા પાસે માર્ગ અકસ્માત ગમખ્વાર ઘટના સામે આવી છે. બપોરના સમયે ઇકો અને ટ્રેલર વચ્ચે ઘડાકાભેર ટક્કર વાગ્યા બાદ ઘટનાસ્થળે જ ચારથી વધુના મોત નિપજ્યા હતા.  અકસ્માત એટલો બધો બિહામણો હતો કે ઇકોમાં સવાર મુસાફરો સહિતના દ્રશ્યો કંપાવી નાંખે તેવા હતા. અકસ્માતને પગલે ઇકો કાર છુંદો થઇ ગયો હતો જેમાં એક વ્યક્તિના માથાના ભાગે પણ ઇકો કારના સ્પેરપાર્ટસ ઘુસી ગયા હોવાનું દ્રશ્યોથી સામે આવ્યું છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે બપોરના સમયે હાઇવે પર ઇકો અને ટ્રેલર ચાલક પૈકી કોઇની ભુલ હોઇ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કાર રોટલા સમાન બની ગઈ હતી લગભગ કોઇનું બચવું અત્યંત મુશ્કેલ હોવાનું મનાય રહ્યુ હતુ. અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો. હાઇવે પર અકસ્માતને પગલે મૃતદેહોની સ્થિતિ જોઇ પસાર થતાં અન્ય વાહનચાલકો અને મુસાફરોની માનસિક સ્થિતિ અસરગ્રસ્ત બની હતી.

 

Download Our B K News Today App



Related News