લક્ષ્મીપુરા પાસે ગંભીર અકસ્માત, 18 વર્ષીય યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 11:33:10
  • Views : 858
  • Modified Date : 2020-03-02 11:33:10

 ડીસાથી પાલનપુર જઈ રહેલાં મહેશ ચૌધરી નામના યુવકનો લક્ષ્મીપુરા પાસે અકસ્માત થયો હતો. જેમાં તેને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, ટ્રેક્ટર ચાલક હાલ ફરાર છે. બુરાલ ગામમાં રહેતો 18 વર્ષીય મહેશ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તે ઘરેથી પાલનપુર જવા માટે નીકળ્યો હતો ત્યારે તેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. હાલ મહેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેશના મોતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Download Our B K News Today App



Related News