થરા-મોરથલ રોડ પર સામસામે બે બાઇક ટકરાતાં બેનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:04:53
  • Views : 477
  • Modified Date : 2020-03-18 12:04:53

થરા-મોરથલ રોડ પર મંગળવારે બપોરના સમયે સામસામે બે બાઇકો અથડાતાં બંને બાઇકચાલકોના મોત નિપજ્યા હતા. બે બાઈક સવારોને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા.થરાદના થરા-મોરથલ રોડ પરથી બપોરના સમયે બાઇક (જીજે-1-એમઆર-2281)ના ચાલક દશરથભાઇ પી.રબારી અને સરદારભાઇ કે.રબારી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલા બાઇક નં.જીજે-02-બીઇ-4535 સામસામે ધડાકાભેર ટકરાતાં બાઇક ચાલક દશરથભાઇ અને બાઇક નં.જીજે-02-બીઇ-4535ના ચાલકનંુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બંને બાઇકો પાછળ સવાર બે મુસાફરોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાને પગલે દશરથભાઇના પિતરાઇ ભાઇ ગણેશભાઇ વકતાભાઇ રબારીએ બાઇક(જીજે-02 -બીઇ- 4535)ના મૃતક બાઇક ચાલક સામે ફરિયાદ નોધાવતાં પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News