નેશનલ હાઇવે નં-48 ઉપર અજાણ્યા વાહનની ટક્કરે 2 પદયાત્રીના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 12:39:55
  • Views : 355
  • Modified Date : 2019-10-31 12:39:55

નેશનલ હાઇવે નં-48 ઉપર પાલેજ નજીક વરેડિયા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બે પદયાત્રીઓના મોત નીપજ્યા છે. જ્યારે એક પદયાત્રી ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પાલેજ પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વાહન ચાલકે 3 પદયાત્રીઓ અડફેટે લીધા
પાલેજ નજીક વરેડિયા ગામ પાસે આજે વહેલી સવારે સુરતથી ભાવનગર તરફ પદયાત્રીઓ જઇ રહ્યા હતા. આ સમયે અજાણ્યા વાહન ચાલકે 3 પદયાત્રીઓ અડફેટે લીધા હતા. જેમાં 2 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક પદયાત્રી ઇજાગ્રસ્ત થયો હતો. પદયાત્રીઓને અડફેટે લીધા બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પાલેજ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News