દાંતીવાડા ખાતે બનાસડેરીના દૂધ ડેરીના ટેન્કરને અકસ્માત નડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 15:37:04
  • Views : 841
  • Modified Date : 2020-02-12 15:37:04

દાંતીવાડા ખાતે બનાસડેરીના દૂધ ડેરીના ટેન્કરને અકસ્માત નડ્યો 

ડીસારાજસ્થાનના ભીનમાલથી આવતા ટેન્કરને દાંતીવાડામાં અકસ્માત નડ્‌યો જેમાં બનાસડેરીનુ દૂધ ભરેલું ટેન્કર ડિવાઇડર સાથે અથડાયું હતું, જેમાં સદ-નસીબે જાનહાની ટળી હતીબનાસડેરીનું ટેન્કર રાજસ્થાનના ભીનમાલથી દૂધ લઈને બનાસ ડેરી ખાતે જઈ રહ્યુ હતુ. તે દરમિયાન દાંતીવાડા કોલોનીમાં ટેન્કરને અકસ્માત નડ્‌યો હતો અને ટેન્કર રોડ ઉપર બનેલા ડિવાઈડર  સાથે અથડાઈ અકસ્માતનો ભોગ બન્યું હતું.  રાજસ્થાનના ભીનમાળ ખાતેથી વીસ-હજાર લીટર દૂધની કેપિસિટી વાળા જી.જે. ૦૮ એયુ ૧૩૯૫ નંબરનું બનાસ-સંઘનું ટેન્કર જયારે દાંતીવાડા કોલોની ખાતે પહોંચ્યું. ત્યારે વનવે રોડ પુરો થતાની સાથેજ કોલોની ફોરેસ્ટ ઓફિસની જોડે બનેલા ડિવાઈડરને અથડાયા બાદ ડિવાઈડર ઉપર ચડ્‌યું હતું. સમગ્ર અકસ્માત દરમિયાન કોઈ પ્રકારની જાનહાની કે નુકસાન થવા પામ્યું ન હતું. જયારે ટેન્કર ડ્રાયવર ટેન્કર મૂકી જતો રહ્યો હતો. બનાવ બાદ બનાસ ડેરીના બીજા ટેન્કર મારફતે દૂધને બનાસ ડેરી ખાતે લઇ જવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News