દર્દીઓને અપાતાં ચા-નાસ્તા અને ભોજનનો એક મહિનાનો ખર્ચ ગણીએ તો 29.50 લાખ રૂપિયા થાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-30 14:40:59
  • Views : 1642
  • Modified Date : 2020-10-30 14:40:59

             અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં દાખલ થયેલા દર્દીઓને અપાતાં ચા-નાસ્તા અને જમવાનું ચાર મહિનાનું 1 કરોડ 18 લાખ રૂપિયાનું બિલ પાસ કરાવવા માટે સોલા સિવિલના બે ડૉક્ટરે લાંચ માગતાં ઝડપાયા છે. ACBએ બંને આરોપી ડૉક્ટરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ઘરી છે. સરકારી હોસ્પિટલના રાજ્ય સરકાર ભ્રષ્ટાચારમુક્ત શાસનની ગુલબાંગો પોકારે છે, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલની જેમ અન્ય હોસ્પિટલોમાં પણ ભોજનના ઓર્ડરના બિલ પાસ કરાવવા માટેના કમિશનની માગણી થતી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. આ હોસ્પિટલમાં અગાઉ બિલ પાસ કરાવવા માટે 10 ટકા કમિશન આપવામાં આવતું હતું. ત્યાર બાદ વધુ 10 ટકા વધારી દઈને 20 ટકા કમિશન લેવામાં આવતું હતું. અહીં સુધી બધું બરાબર ચાલતું હતું, પરંતુ આ કમિશનમાં વધુ 10 ટકાનો વધારો કરીને 30 ટકા કરી દેવાતાં કોન્ટ્રેક્ટરને આકરું પડ્યું હતું, જેને કારણે આખો મામલો ACBમાં પહોંચ્યો હોવાનું સૂત્રો જણાવે છે.ડૉક્ટરો દ્વારા આટલી મોટી રકમની લાંચ લીધી હોવાની આ પહેલી ઘટના છે. ત્યારે સરકારી હોસ્પિટલોમાં પણ ભ્રષ્ટાચાર વકર્યો હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે.સોલા સિવિલના બંને આરોપી ડૉક્ટરે ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી હતી. તેમની સામે લાંચની ફરિયાદ કરનાર ફરિયાદીના ભાઈની કેન્ટીનનું ટેન્ડર વધુ ત્રણ વર્ષ માટે મંજૂર કરવા પણ બે લાખની માગણી કરી હતી.પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતાં ચા-નાસ્તા અને જમવાના ખર્ચ પેટે ચાર માસનું 1 કરોડ અને 18 લાખ રૂપિયાનું બિલ પાસ કરાવવા માટે સૌપ્રથમ આરોપીઓએ ફરિયાદી પાસે 30 ટકા લેખે લાંચની માગણી કરી હતી. આ બાબતે બંને વચ્ચે રકઝક થતાં છેવટે 16 ટકા લેખે કુલ 16 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી પાસેથી બંને આરોપીએ અગાઉ બે તબક્કે 10 લાખ લઈ લીધા હતા. ત્યાર બાદ ફરિયાદીના ભાઈની કેન્ટીનનું ટેન્ડર વધુ ત્રણ વર્ષ માટે મંજૂર કરવા માટે વધુ બે લાખની લાંચ એમ કુલ મળીને 8 લાખ રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી.સોલા હોસ્પિટલના લાંચકાંડમાં બંને આરોપી ડૉક્ટરનો પોલીસે કોરોના ટેસ્ટ કરાવીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી હોસ્પિટલના ડૉક્ટરોએ 18 લાખ જેવી માતબર રકમની લાંચ માગી અને લીધી હોવાની આ પહેલી ઘટના છે. જોકે હજુ એસીબીએ અગાઉ બંને ડૉક્ટરે લીધેલા 10 લાખ રિકવર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News