યુનિવર્સિટીના સ્નાતક કક્ષાએ સેમ ૧ થી ૪ નું મૂલ્યાંકન કોલેજોમાં કરવાના નિર્ણયનો એ.બી.વી.પી.એ વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-03 12:15:24
  • Views : 721
  • Modified Date : 2019-06-03 12:15:24

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સ્નાતક કક્ષાએ સેમેસ્ટર ૧ થી ૪ ની
પરીક્ષાઓનું મૂલ્યાંકન અત્યાર સુધી યુનિવર્સિટી કક્ષાએ સેન્ટ્રલાઈઝ કરવામાં આવી રહ્યું હતું તેના સ્થાને હવે પાંચ ઝોનમાં ગ્રાન્ટેડ કોલેજો ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવતા આના કારણે અનેક પ્રશ્નો ઉભા થવાની શક્યતાઓ રહેલી હોય એ.બી.વી.પી. દ્વારા આ નિર્ણયને રદ કરી અગાઉની
પદ્ધતિ ચાલુ રાખવા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૧૭ થી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી તમામ
પરીક્ષાઓનો મૂલ્યાંકન સચોટ અને પારદર્શક રીતે થઈ શકે તે માટે કેન્દ્રીય પરીક્ષા મૂલ્યાંકન
પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીને આના સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે હવે યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા પદ્ધતિમાં વધુ સુધાર લાવવાની જગ્યાએ અગાઉની જે મૂલ્યાંકન પદ્ધતિ હતી તે અપનાવવા જઈ રહી છે અને તેના ભાગરૂપે યુનિવર્સિટીમાં થોડા સમય અગાઉ એકેડેમિક અને કારોબારી સમિતિની બેઠકમાં સ્નાતક કક્ષાની સેમેસ્ટર  ૧ થી ૪ ની પરીક્ષાઓનું મૂલ્યાંકન યુનિવર્સિટી ખાતે ચાલી રહેલી સેન્ટ્રલાઈઝ એસેસમેન્ટ
પદ્ધતિના સ્થાને યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ કોલેજોમાં પાંચ ઝોનમાં કરવાનો નિર્ણય લેવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
શનિવારે એ.બી.વી.પી.એ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર ૧ થી ૪ ની પરીક્ષાનું મૂલ્યાંકન પાંચ ઝોનની ગ્રાન્ટેડ કોલેજોમાં કરાવવાના નિર્ણયના વિરોધમાં કુલપતિ ડો.અનિલ નાયકને આવેદનપત્ર આપી નિર્ણય પાછો લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News