ગાંધીનગરમાં સીટીબસ સેવા ઉપક્રમે અભિવાદન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 15:06:26
  • Views : 355
  • Modified Date : 2020-03-18 15:06:26

ગાંધીનગરમાં સીટીબસ સેવા ઉપક્રમે અભિવાદન કાર્યક્રમ યોજાયોમહેસાણાયોગી એજ્યુટ્રાન્ઝીટ પ્રા.લી.ગાંધીનગર શહેરમાં ફરતી સીટીબસ સેવાના ઉપક્રમે મેનેજીંગ ડાયરેક્ટર ભરતસિંહ કુંપાવત તેમજ લાઇવ પ્રેસિડેન્ટ મુકેશ વૈધના સહયોગથી સેવા અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમારંભના અધ્યક્ષ  રીટાબેન પટેલ, મેયર ગાંધીનગર, મહાનગરપાલિકા અતિથી વિશેષ આર.આર.રાવલ જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર, દેવેન્દ્રસિંહ ચાવડા ચેરમેન સ્ટેન્ડીંગ કમિટિ ગાંધીનગર મહાનગરપાલિકાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. જેમાં સીટીબસની સારી કામગીરી બદલ ડ્રાઇવર,કંડક્ટર,સીટીબસ વિભાગના કર્મચારીને મેયર, જિલ્લાવિકાસ અધિકારી, ચેરમેન, ડાયરેક્ટર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.રીટાબેન મેયર સીટીબસની સારી કામગીરી બદલ પ્રશંસા કરી જાહેર માર્ગ ઉપર પરિવહન, સુરક્ષા, સલામતી, અને પર્યાવરણ જાળવણી વિષય પ્રત્યે જાગૃતિ અને માર્ગદર્શન  આપી યોગી એજ્યુટ્રાન્ઝીટ નહી નફો નહી નુકસાન સીટીબસ સેવા નજીવ દરે ચાલે છે. જેનો વિદ્યાર્થીઓએ ખાસ લાભ લેવો જાઇએ. ટ્રાફિકની સમસ્યા હલપણ થશે. ગાંધીનગરના વિકાસથી હવે ચાર રસ્તા સર્કલો ઉપર સિગ્નલ છેલ્લાં છ માસથી નાખવામાં આવેલ છે.જિલ્લાવિકાસ અધિકારી આર.આર.રાવલે પોતાનું વક્તવ્ય આપતાં જણાવેલ કે પ્રથમ આવી કંપની હશે કે જેને પાયાના કર્મયોગીની કદર કરી પ્રમાણપત્ર આપી પુજન કરેલ આ કાર્યક્રમમાં દરેક શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ, તેમજ સ્ટાફે બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ.  


Download Our B K News Today App



Related News