ગુજરાતમાં દર ૧૦માંથી ૬ છોકરીઓ ધો.૧૦ પછી અભ્યાસ છોડી દયે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:44:39
  • Views : 388
  • Modified Date : 2019-11-04 12:44:39

ગુજરાત અંગે એક ચિંતાજનક બાબત સામે આવી છે. ગુજરાતમાં દર ૧૦માંથી ૬ છોકરીઓ ધો.૧૦ પછી ભણવાનું છોડી દયે છે તેવો રીપોર્ટ બહાર આવ્યો છે. વડાપ્રધાન મોદીએ 'બેટી કનિદૈ લાકિઅ બચાવો, બેટી પઢાવો' સૂત્રો તો આપી દીધું, પરંતુ ગુજરાતમાં આજે પણ છોકરીઓનો સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો વધારે છે. રાજયમાં દર ૧૦માંથી ૬ છોકરીઓ કનિદૈ લાકિઅ ધોરણ ૧૦થી આગળ અકિલા અભ્યાસ કરી શકતી નથી. ધોરણ ૧માં  ૯૭.૧૧ ટકા છોકરીઓના એડમિશન થાય છે પરંતુ ધોરણ ૯ થી ૧૧ સુધી પહોંચતા આ આંકડો વધારે ચિંતાજનક કનિદૈ લાકિઅ રીતે ઘટી જાય છે. નેશનલ હેલ્થ પ્રોફાઈલ ૨૦૧૯ના રિપોર્ટ મુજબ માત્ર ૪૧.૫ ટકા અકીલા છોકરીઓ ધોરણ ૧૧ સુધી પહોંચે છે. જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય.   સ્કૂલોમાં કનિદૈ લાકિઅ છોકરીઓના ડ્રોપઆઉટનો આ આંકડો રાષ્ટ્રીય એવરજથી ૧૪.૪ ટકા વધારે છે. દેશમાં ૧૪-૧૭ વર્ષની વય વચ્ચેની એવરેજ ૫૫.૯૧ ટકા છોકરીઓ ધોરણ કનિદૈ લાકિઅ ૧૧ અને ૧૨ સુધી અભ્યાસ કરે છે. હ્યુમન રિસોર્સ મિનિસ્ટ્રી દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ના અપાયેલા આંકડાનો રિપોર્ટ કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કનિદૈ લાકિઅ કલ્યાણ મંત્રાલયના સેન્ટ્રલ બ્યૂરો ઓફ હેલ્થ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેરા કરાયો હતો. રાજયમાં છોકરીઓના હાયર સેકન્ડરી અભ્યાસ મામલે ગુજરાત બિહાર કનિદૈ લાકિઅ કરતા પણ પાછળ છે. જે ચોંકાવનારી બાબત છે. (શ્ભ્માં ધોરણ ૧૧-૧૨માં ભણતી છોકરીઓની સંખ્યા ૫૭.૪૬ ટકા, રાજસ્થાનમાં ૫૩.૬ ટકા અને પ્ભ્માં ૪૫.૮૪ ટકા કનિદૈ લાકિઅ છે. અહીં સૌથી વધારે ખૂંચતી બાબત તે છે કે પ્રાઈમરી સ્કૂલમાં ૯૪.૧૨ ટકા છોકરાઓના એડમિશન સામે છોકરીઓનું ૯૯.૧૧ ટકા છે. પરંતુ ધોરણ ૯-૧૦ સુધી પહોંચતા તે દ્યટીને ૬૮ ટકાએ પહોંચી જાય છે. જયારે છોકરાઓમાં આ સંખ્યા ૮૦ ટકા છે. તેનાથી આગળ વાત કરીએ તો ધોરણ ૧૧-૧૨ સુધીમાં માત્ર ૪૧.૫ ટકા છોકરીઓ અને ૪૪.૬ ટકા છોકરાઓ અભ્યાસ કરે છે. હાયર ઉચ્ચ અભ્યાસ માટે રાજયની એવરેજ ૪૩.૧૭ ટકા છે. જયારે રાષ્ટ્રીય રેશિયો ૨૦૧૬-૧૭ માટે ૫૫.૪ ટકા હતો. રાજયના એજયુકેશન સેક્રેટરી વિનોદ રાવએ કહ્યું કે, આ બાબતમાં ધોરણ ૧૦ મોટો અવરોધ છે. સરકારી સ્કૂલોમાં ધોરણ ૧૦જ્રાક્નત્ન પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ૬૦ ટકા છે જે કારણે મોટા ભાગના લોકો અભ્યાસ છોડી દે છે. સ્થિતિને સુધારવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વિશે શિક્ષણવિદ સુખદેવ પટેલે કહ્યું, અભ્યાસમાં વધારે પડતો ડ્રોપઆઉટ ગુજરાતમાં મોટી સમસ્યા છે. છોકરીઓનો અભ્યાસ છૂટવા પાછળ મુખ્ય કારણ આર્થિક અને સામાજિક ફેકટર્સ જવાબદાર છે. ગામડાઓમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલો ઓછી હોવાના કારણે મા-બાપ દીકરીઓને અન્ય શહેર કે ગામે અભ્યાસ માટે મોકલતા નથી.

Download Our B K News Today App



Related News