દાંતાની યુવતીનો મહેસાણાના સાસરિયાંઓએ 2 વાર ગર્ભ પડાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 13:48:37
  • Views : 548
  • Modified Date : 2020-03-18 13:48:37

મહેસાણાના દેવરાસણ ગામના સાસરિયાઓએ દાંતાના પાણીયારી ગામની યુવતીનો 2 વાર ગર્ભ પડાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાંતાના પાણીયારી ગામની યુવતીના લગ્ન મહેસાણાના દેવરાસણ ગામે રવિદાન મોડદાન ગઢવી સાથે 2012માં થયા હતા.શરૂઆતમા બધું સારું ચાલ્યું પરંતુ થોડા દિવસો બાદ નાની-નાની વાતે બોલવાનું શરૂ કર્યું.નણંદ અને નણદોઈ મહેણા ટોણા મારવા લાગ્યા. બે વર્ષ પછી દોઢ માસનો ગર્ભ રહેતા પતિએ ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દેતાં ગર્ભપાત થઈ ગયો હતો.સાસરીમાં વારંવાર ત્રાસ ઉપરાંત પતિએ યુવતીના ભાઇને ભેંસના તબેલા કરવા ત્રણ લાખની માંગ કરતા યુવતીના ભાઈએ સાળા પાસેથી 60 હજાર ઉછીના અને એરંડો વેચીને 40 હજાર રૂપિયા મળી એક લાખ રૂપિયા બનેવીને આપ્યા હતા અને બે લાખ થોડા સમયમાં આપી દેવાની વાત કરી હતી.દરમિયાન ફરીથી ગર્ભ રહેતા પતિએ પહેરેલ કપડે કાઢી મુકી હતી. 2019માં સાત અઠવાડીયાનો ગર્ભ છે તે વાત પતિ જાણતા હોવા છતાં સ્પીડ પર ગડદાપાટુંનો માર મારતા સોનોગ્રાફી રિપોર્ટમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું. જેથી પાલનપુરના ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવી દીધો હતો.ઘર સંસાર ન બગડે તે માટે પતિગૃહે પરત ફરતા પતિએ ફરીથી બે લાખ રૂપિયાની માગણી ચાલુ રાખતા પીડિતા પિયરમાં પરત આવી હતી અને સમગ્ર મામલે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રવિ દાન મોડદાન ગઢવી ક્રિષ્નાબેન મોડદાન ગઢવી પનુબેન મોડદાન ગઢવી(ત્રણેય રહે.દેવરાસન,તા.મહેસાણા) ભરતદાન જગદીશદાન ગઢવી જયાબેન ભરતદાન ગઢવી(બંન્ને રહે.નડિયાદ,જી.ખેડા)

Download Our B K News Today App



Related News