તાજેતરમાં અંબાજી ત્રિશુળીયા ઘાટ પર અકસ્માતે મૃત્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 11:51:49
  • Views : 572
  • Modified Date : 2019-06-22 11:51:49

બનાસકાંઠા જિલ્લામાં તા. ૭ જૂન-૨૦૧૯ના રોજ અંબાજીથી દાંતા તરફ આવી રહેલ ગાડી મેક્સ પીક અપ ડાલાને અકસ્માત સર્જાતા વડગામ તાલુકાના ભલગામના ૯ કમનસીબ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.  પ્રધાનમંત્રીના રાહત ફંડમાંથી અકસ્માતમાં મૃત્યુ પામનાર ૯ વ્યક્તિઓના વારસદારોને રૂ. ૨- ૨ લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. ૧૮ લાખની સહાય બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહના હસ્તે ચુકવવામાં આવી હતી. અકસ્માતે મૃત્યુ પામનાર કમનસીબ વ્યક્તિઓમાં (૧) બિલ્કીશબેન આરીફભાઇ સિપાઇ, (૨) મકસુદાબેન ભીખુભાઇ સિપાઇ, (૩) મુનતસીરાબેન સલીમભાઇ સિપાઇ, (૪) અશરફભાઇ સલુભાઇ સિપાઇ, (૫) રસીદાબેન અશરફભાઇ સિપાઇ, (૬) મરીયમબેન મોજમખાન સિપાઇ, (૭) રેહાનાબાનુ ઇદ્રીશભાઇ સિપાઇ, (૮) ઇરસાનાબેન સિકંદરભાઇ સિપાઇ અને (૯) સુફીયાનાબેન નસીબખાન સિપાઇ રહે. ભલગામ તા. વડગામનો સમાવેશ થાય છે. તેમના પરિવારજનોને રૂ. ૨-૨ લાખની સહાયના ચેક પાલનપુર કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યા હતા.   


Download Our B K News Today App



Related News