અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયા આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 17:16:45
  • Views : 966
  • Modified Date : 2019-11-09 18:39:53

દેશના સૌથી જુના અને સૌથી સંવેદનશીલ એવા અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠના નિર્ણયને સંભળાવતા નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડનો દાવો ફગાવી દીધો હતો. અયોધ્યામાં રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવી છે. જ્યારે અયોધ્યામાં જ કોઈ અન્યત્ર જગ્યાએ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને મળશે. સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટમાં સભ્યોને પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. ત્રણ મહિનામાં ટ્રસ્ટ બન્યા બાદ વિવાદાસ્પદ જમીન અને અધિગ્રહિત જમીનના બાકી હિસ્સાને સોંપાશે. ત્યારબાદ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે. નિર્મોહી અખાડાને ટ્રસ્ટમાં જગ્યા મળશે.ત્યાં જ સુરતમાં અખિલ ભારતીય હિંદુ યુવા મોરચા સાથે સંદેશ ન્યૂઝની વાતચીતમાં અખિલ ભારતીય હિંદુ યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ છે શિવ ઓમ મિશ્રાએ અગાવ અયોધ્યામાં રામ મંદિરના નિર્મનને લઈ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ માટે તેઓ 11 કરોડ રૂપિયા આપશે. જ્યારે ત્રણ મહિના બાદ કમિટીની રચના કરવામાં આવ્યા બાદ તેઓ કમિટીને 11 કરોડ રૂપિયા સુપરત કરશે.

Download Our B K News Today App



Related News