શું અયોધ્યા મામલે હિંદુઓનો વિજય નિશ્ચિત? આ 10 દમદાર દલીલો પલટી શકે છે પાસું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 16:42:20
  • Views : 458
  • Modified Date : 2019-09-01 16:42:20

70 વર્ષનાં અયોધ્યા કેસમાં ચાલી રહેલી કાયદાકીય લડાઈ હવે અંતિમ પડાવ પર જોવા મળી રહી છે. 6 ઑગષ્ટથી સુપ્રીમ કૉર્ટમાં થઇ રહેલી રોજની સુનાવણીમાં હિંદૂ પક્ષની દલીલો પૂર્ણ થઇ ચુકી છે. 16 દિવસની સુનાવણીમાં હિંદૂ પક્ષ (રામલલા વિરાજમાન અને નિર્મોહી અખાડા)નાં વકીલોએ પોતાની વાતને સંપૂર્ણ પ્રામાણિકતાની સાથે રાખવાનાં ભરપુર પ્રયત્ન કર્યા છે. સુનાવણી દરમિયાન રસપ્રદ દલીલો રાખવામાં આવી. ક્યારેક રામલલાને નાબાલિગ ગણાવ્યા તો ક્યારેક માલિકી હકનાં સબૂતો ધાડમાં લૂંટાઈ ગયા હોવાની પણ વાત કરી. સુપ્રીમ કૉર્ટે પણ રામનાં વંશજો વિશે પુછીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે સૌની નજરો સોમવારથી શરૂ થનારી મુસ્લિમ પક્ષોની દલીલો પર છે કે તેઓ કેવી રીતે પોતાના દાવાને સામે રાખે છે. આવામાં આવો જાણીએ કે દેશની સૌથી મોટી સુનાવણી બાબરી મસ્જિદ વિવાદની અત્યાર સુધીની સુનાવણીમાં હિંદુ પક્ષે શું કહ્યું?

1. 1949થી નમાઝ નથી, મુસ્લિમ પક્ષનો દાવો નથી બનતો

સુનાવણી પહેલા દિવસે જ હિંદુ પક્ષે આ દલીલ રાખી. નિર્મોહી અખાડાનાં વકીલ સુશીલ જૈને કહ્યું કે વિવાદિત ભૂમિ પર 1949 પછી નમાઝ થઈ નથી. આ કારણે મુસ્લિમ પક્ષનો અહીં દાવો નથી બનતો. તેમણે કહ્યું કે જ્યાં નમાઝ નથી અદા કરવામાં આવતી, તે સ્થાનને મસ્જિદ ના માની શકાય.

2. ધાડમાં લૂંટાઈ ગયા સબૂત

માલિકીનાં હકનો દાવો કરી રહેલા નિર્મોહી અખાડાથી કૉર્ટે પુછ્યું કે શું તમારી પાસે કુર્કીથી પહેલાનાં રામ જન્મસ્થાનનાં કબજાનું મૌખિક અથવા રેવેન્યૂ રેકૉર્ડ છે? જવાબમાં નિર્મોહી અખાડા તરફથી કહેવામાં આવ્યું કે 1982માં એક ધાડમાં બધા રેકૉર્ડ ખોવાઈ ગયા. જસ્ટિસ બોબડેએ પુછ્યું કે, જે રીતે રામજન્મભૂમિનો વિવાદ કૉર્ટની સામે આવ્યો છે, શું દુનિયાભરમાં કોઈ ધાર્મિક સ્થાનને લઇને બે સમુદાયોનો પ્રશ્ન અથવા વિવાદ ક્યારેય પણ કોઈ અદાલતમાં આવ્યો છે? કૉર્ટે પુછ્યું કે, શું જિસસ ક્રાઇસ્ટ બેથલેહમમાં પેદા થયા હતા તેવો પ્રશઅન કૉર્ટમાં આવ્યો છે? આના પર રામલલાનાં વકીલ પરાસરને કહ્યું કે, આ વિશે જાણકારી નથી. માહિતી મેળવવી પડશે.

3. જન્મસ્થાનને માણસ માનવું જોઇએ? વકીલ બોલ્યા – હા

ત્રીજા દિવસે સુપ્રીમ કૉર્ટે રામલલા વિરાજમાનનાં વકીલને પુછ્યું કે દેવતાનાં જન્મસ્થાનનાં મામલે કાયદાકીય વ્યક્તિ તરીકે માની શકાય છે? શું જન્મસ્થાન ફરીયાદી હોઇ શકે છે? રામલલાનાં વકીલ પરાસરને કહ્યું કે, “જન્મસ્થળી પણ કાયદાકીય વ્યક્તિ જેવું છે, તે ફરિયાદી હોઇ શકે છે.” અહીં પરાસરને ગંગા નદી, સૂરજનો ઉલ્લેખ કર્યો જેમને કાયદાકીય વ્યક્તિ હોવાનો દરજ્જો પ્રાપ્ત છે.

4. રામનાં વંશજ અયોધ્યા અથવા દુનિયામાં છે?

9 ઑગષ્ટનાં કૉર્ટે રામલલાનાં વકીલથી પુછ્યું કે, શું ભગવાન રામનો કોઈ વંશજ અયોધ્યા અથવા પછી દુનિયામાં છે? આના પર વકીલે કહ્યું કે, તેમને આ વાતની જાણકારી નથી. જો કે ત્યારબાદ જયપુર રાજઘરાનાએ ખુદ પોતાને રામનાં વંશજ ગણાવ્યા. ત્યારબાદ કેટલાક અન્ય લોકો પણ આવા દાવા સાથે સામે આવ્યા.

5. મુસ્લિમ પક્ષનાં વકીલ બોલ્યા પ્રતાડિત થયાનું અનુભવી રહ્યો છું

સુપ્રીમ કૉર્ટમાં અયોધ્યા મુદ્દાની રોજની સુનાવણીનો મુસ્લિમ પક્ષે વિરોધ પણ કર્યો. મુસ્લિમ પક્ષકારનાં વકીલ રાજીવ ધવને કહ્યું કે, “અમારા માટે એ સંભવ નથી કે અઠવાડિયામાં રોજ કૉર્ટનો સહયોગ કરીએ. હું ટૉર્ચર થયો હોઉ તેવું અનુભવી રહ્યો છું. પહેલી અપીલમાં દસ્તાવેજ સંબંધિત સબૂતો જોવાના હોય છે અને વાંચવાનાં હોય છે. મારા દસ્તાવેજ ઉર્દુ અને સંસ્કૃતમાં છે, જેને ટ્રાન્સલેટ કરવાનું છે. મારી સમજથી લાગે છે કે કદાચ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડને છોડીને બાકીનાં જજોએ ઇલાબાદ હાઇકૉર્ટનું જજ્મેન્ટ પુરુ નહીં જોયુ હોય. જો રોજના સુનાવણી સોમવારથી શુક્રવાર સુધી થશે તો આ અમાનવીય છે. વ્યવહારિક રીતે મારા માટે આ સંભવ નથી કે આટલા ઓછા સમયમાં કેસ તૈયાર કરી શકું. આના પર સુપ્રીમ કૉર્ટે કહ્યું કે તમે અઠવાડિયામાં બ્રેક ઇચ્છશો તો અમે તેનું ધ્યાન રાખીશું.

6. અંગ્રેજ પણ જણાવી ગયા અયોધ્યામાં હતુ મંદિર, તોડીને બની હતી મસ્જિદ

છઠ્ઠા દિવસે રામલલાનાં વકીલ વૈદ્યનાથને દલીલ કરી કે પુરાણ અને અલગ અલગ સમયનાં બ્રિટિશ રેકૉર્ડ અને અયોધ્યાની વચ્ચે સંબંધોની પુષ્ટિ કરે છે અને એ પણ જણાવે છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી. બ્રિટિશ સર્વેયર એમ. માર્ટિન અને જોસેફ ટિફેંથલરે પણ કહ્યું હતુ કે લોકોનો વિશ્વાસ હતો કે અયોધ્યા રામની જન્મભૂમિ છે. એટલું જ નહીં, અહીંથી પ્રશ્ન પણ ઉઠ્યો કે મંદિર ક્યારે તોડવામાં આવ્યું. અહીં બાબર અને ઔરંગઝેબ બંનેનું નામ આવ્યું.

7. રસ્તા પર પણ નમાઝ પઢવામાં આવે છે, તો તેનાથી તે મસ્જિદ નહીં બની જાય

સાતમાં દિવસે હિંદુ પક્ષે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઈ)નો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નીચે વિશાળ મંદિરનો પાયો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કૉર્ટે પ્રશ્ન કર્યો હતો કે મસ્જિદની નીચે જે પાયો હતો તે ધાર્મિક સ્ટ્રક્ચર જ હતો, તેને સાબિત કરો. આના પર વૈદ્યનાથને કહ્યું કે ખોદકામમાં જે સ્તંભ મળ્યા હતા તેમાં રામનાં બાળ સ્વરૂપની તસવીર છે. સાથે જ સ્તંભોમાં શિવ તાંડવ અને ભગવાન કૃષ્ણની પણ તસવીર છે. મસ્જિદમાં માનવ અને જીવની મૂર્તિઓ નથી હોતી. સ્તંભો અને દીવાલો પર તસવીરો મસ્જિદમાં નથી હોતી. તસવીરો મંદિરમાં હોય છે અને આ હિંદુ પરંપરાને અનુરૂપ છે. આ ઇસ્લામની વિરુદ્ધ છે. રસ્તાઓ પર પણ નમાઝ પઢવામાં આવે છે. તેનો એ મતલબ નથી કે તે મસ્જિદ થઇ જશે અને તેમને માલિકીનો હક મળી જશે. જે પણ સ્ટ્રક્ચર હતુ તેને ક્યારેય મસ્જિદ ના માની શકાય, કેમકે તે મંદિરનાં સ્ટ્રક્ચર પર હતુ. જે તસવીર છે તે ઇસ્લામિક આસ્થા અને વિશ્વાસની વિરુદ્ધ છે.

8. મંદિર પાડીને મસ્જિદ બનાવવામાં આવી, ત્યારે પણ હિંદુ પુજા કરતા રહ્યા

આઠમાં દિવસે રામલલા બિરાજમાન તરફથી કહેવામાં આવ્યું કે ત્યાંથી 12મી સદીનાં શિલાલેખ અને શિલાસ્તંભ મળ્યા છે. તે પ્રમાણે ત્યાં વિષ્ણુનું વિશાળ મંદિર હતુ. મસ્જિદ બનાવવામાં આવ્યા બાદ પણ ત્યાં હિંદુ પુજા કરતા રહ્યા હતા. રામલલાનાં વકીલે મુસ્લિમ સાક્ષીઓનાં નિવેદનને પણ પોતાની દલીલનો આધાર બનાવ્યા. એએસઆઈની રિપોર્ટનો ઉલ્લેખ કરતા વૈદ્યનાથે કહ્યું કે અયોધ્યામાં રહેલા શિલાસ્તંભો પર મગર, કાચબાની તસવીરોનો ઉલ્લેખ છે. આ ચીજોનો ઇસ્લામ સાથે કોઇ સંબંધ નથી. મોહમ્મદ હાશિમે નિવેદન આપ્યું હતુ કે, જે રીતે મુસ્લિમો માટે મક્કા છે, એ જ રીતે હિંદુઓ માટે અયોધ્યાનું મહત્વ છે. એક મુસ્લિમ સાક્ષી હસમતુલ્લા અંસારીનું નિવેદન છે કે અયોધ્યા રામનાં જન્મનાં કારણે પવિત્ર માનવામાં આવી છે. તો મોહમ્મદ કાસિમ અંસારીનું નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતુ કે બાબરી મસ્જિદને હિંદુ જન્મભુમિ કહેવામાં આવતી હતી.

9. નાબાલિક છે રામલલા

સુનાવણીનાં 9માં દિવસે રામલલા વિરાજમાનનાં વકીલ સી.એસ. વૈદ્યનાથને તર્ક રાખ્યો હતો. તેમણે મંદિરનાં પક્ષમાં દલીલ આપી કે અયોધ્યાનાં ભગવાન રામલલા નાબાલિક છે. નાબાલિકની સંપત્તિને ના તો વેચી શકાય છે અને ના છીનવી શકાય છે.

10. પૂજા અને ચઢાવા પર નિર્મોહી અખાડાએ માંગ્યો અધિકાર

12માં દિવસે નિર્મોહી અખાડાનાં વકીલ સુશીલ કુમાર જૈને દલીલ રજૂ કરી. તેમણે કહ્યું કે, “અમે દેવસ્થાનનું મેનેજમેન્ટ કરીએ છીએ અને પૂજાનો અધિકાર ઇચ્છીએ છીએ. જન્મસ્થાન પર અધિકાર ના તો દેવતાનાં નેક્સ્ટ ફ્રેન્ડને આપી શકાય છે કે ના તો પુજારીને. આ ફક્ત જન્મસ્થાનનું મેનેજમેન્ટ કરનારાને આપવામાં આવી શકે છે અને નિર્મોહી અખાડા જન્મસ્થાનનું મેનેજમેન્ટ જુએ છે.

11. દીકરા કુશે બનાવડાવ્યું હતુ રામનું મંદિર, મસ્જિદથી બાબરને લેવા દેવા નથી

14માં દિવસે સુનાવણી દરમિયાન હિંદુ પક્ષકારનાં વકીલે કહ્યું કે બાબરનામાં ક્યાંય પણ ઉલ્લેખ નથી કે મીર બાકીએ મસ્જિદ બનાવડાવી હતી. મીર બાકી નામનાં કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નથી. ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવડાવી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષકારની દલીલ છે કે મસ્જિદ મીર બાકીએ બનાવડાવી હતી.

Download Our B K News Today App



Related News