કૃષિ ઉત્પાદન અને આવકમાં વૃદ્ધિ માટે તાલીમ લઈ રહેલા પાટણ જિલ્લાના ખેડૂતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 13:49:39
  • Views : 474
  • Modified Date : 2019-12-11 13:49:39

પાટણ જિલ્લાના શંખેશ્વર મુકામે સંસ્કાર વિલા ખાતે ગત ૦૫ ડીસેમ્બરથી ૧૧ ડીસેમ્બર દરમ્યાન કૃષિ તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે યોજાયેલા આ વર્કશોપમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ દ્વારા કૃષિ ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તેમાટે તાલીમ આપવામાં આવી રહી છે અને આજે બુધવારે તેનો અંતિમ દિવસ છે.પાટણ જિલ્લાના ખેડૂતો માટે શંખેશ્વર ખાતે સાત દિવસની તાલીમનું આતોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જણાવવામાં આવેલ કે રાસાયણીક ખેતીના કારણે જળ, જમીન અને વાતાવરણથી લઈ ખાદ્ય પેદાશો પણ દુષિત થઈ રહ્યા છે. જેના કારણે અસાધ્ય રોગોનું પ્રમાણ વધી રહ્યુ છે. આ સમસ્યાના નિવારણ સ્વરૂપ પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા પ્રસ્તુત પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપનાવી કૃષિ આધારીત ખર્ચમાં ઘટાડો કરી શકાય તે માટે રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી સેન્દ્રિય ખાતર, પશુપાલનની આડપેદાશો તથા કુદરતી સંસાધનોના ઉપયોગને ઉત્તેજન આપવા ખેડૂતોને તાલીમ આપી વધુને વધુ ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પહોંચે તે માટે અનુરોધ કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ પર થતા ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન માટે રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લાના ૪૫૦ જેટલા ખેડૂત તાલીમાર્થીઓને સાત દિવસીય ઓનલાઈન તાલીમ આપી માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આમ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર પ્રગતિશીલ ખેડૂતો થકી ભવિષ્યમાં જિલ્લાના અન્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેનો વ્યાપ વધે તથા ખેડૂતોની જીવનશૈલીમાં ઉતરોત્તર પ્રગતિ થાય તે માટે ગામદીઠ એક ખેડૂત પ્રતિનિધિ પસંદ કરી માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપવા જિલ્લાના કૃષિ ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી કાર્યક્રમનું લાઇવ વિડિયો પ્રસારણ થઈ રહ્યુ છે. જે બાયસેગના માધ્યમથી ગુજરાત ચેનલ-૪ પરથી તેમજ યુટ્યુબ એપ્લિકેશન અને જીઓ ટીવી એપ્લિકેશન મારફતે નિહાળી શકાય છે. તેમજ ઉક્ત માધ્યમ દ્વારા સંબોધન થકી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ વિષય પર અન્ય ખેડૂતો પણ કાર્યક્રમનો ઘરે બેઠા લાભ લઈ રહ્યા છે.



Download Our B K News Today App



Related News