બનાસકાંઠા જિલ્લા કલેકટર તથા એસ.પી.ને આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 14:34:32
  • Views : 711
  • Modified Date : 2020-01-02 14:34:32

બનાસકાંઠા જિલ્લા કલેકટર તથા એસ.પી.ને આવેદનપત્ર અપાયું  અને દ્ગઇઝ્ર સરકારના આ કાયદાના વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠા જિલ્લાના છાપી અને અમદાવાદ ખાતે ગુજરાત પોલીસ પર થયેલ જીવલેણ હુમલામાં ઘણાં પોલીસ જવાનો તથા અધિકારી ઇજાગ્રસ્ત થયેલ જે પોલીસ માટે અને સરકાર માટે ગેરવ્યાજબી વલણનો બનાવ કહેવાય. જેથી અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર થયેલ હુમલાનો ગુજરાત પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટર બનાસકાંઠા ટીમ દ્વારા વિરોધ કરી બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદિપ સાંગલે તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે ગુજરાત પોલીસ લાઇન બોયઝ હેલ્પ સેન્ટરના પ્રમુખ  ગિરધારીસિંહ રહેવર આ સંગઠનના  બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ કપિલ એસ.ચૌહાણ, લાઇન બોયમાં મૌલિક ગુરૂદેવ, સંજયસિંહ રાજપૂત, સાગરભાઈ, વૈભવભાઈ, દીપ નાયક, દર્શનભાઈ, ભરતભાઈ તથા અન્ય લાઈનબોય  ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News