પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાકટર દ્વારા તક્તિ કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 16:48:19
  • Views : 601
  • Modified Date : 2020-02-11 16:48:19


પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાકટર દ્વારા તક્તિ કૌભાંડ

         પાલનપુર પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકો કે જેમણે પ્રધાનમંત્રી આવાસ
પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા લોકો કે જેમણે પ્રધાનમંત્રી આવાસ 

યોજના હેઠળ લોન લઇ મકાન બનાવ્યું છે. તેમની પાસેથી આ યોજનાની તકિતની ખરીદી કરાવવામાં કોન્ટ્રાકટર દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. બજારમાં મળતી તકતીથી ડબલ કિંમતે ખરીદી કરવી પડતી હોઇ લાભાર્થીઓમાં ભારે રોષની લાગણી ઉદ્દભવવા પામી છે.ગુજરાત ભ્રષ્ટાચારમુક્ત બને તે માટે સરકાર મોટાભાગની સરકારી કચેરીઓમાં ઓનલાઇન સીસ્ટમ અમલી બનાવવામાં આવી રહી છે. પરંતુ કેટલાંક સરકારી બાબુઓ તેમજ કોન્ટ્રાકટર ભ્રષ્ટાચાર કરવાના અવનવા નુસખાઓ શોધી ભ્રષ્ટાચાર આચરતા હોય છે. તેવો કિસ્સો પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં જોવા મળ્યો છે. જેમાં લોકો પોતાનું ઘરનું રીનોવેશન કરાવી શકે તે માટે સરકાર દ્વારા નગરપાલિકાના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને સહાય ચુકવવામાં આવી રહી છે. જે મકાનો તૈયાર થઇ ગયા હોય તેમને પોતાના સ્વખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાની તક્તિ લગાવવાની હોય છે. પરંતુ વચેટીયા કોન્ટ્રાક્ટરો દ્વારા લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાની તક્તિ બનાવી આપવામાં આવી રહી છે. જે તક્તિ માર્કેટમાં રૂપિયા ૬૦૦ થી ૮૦૦ની મળે છે તે તક્તિઓને કોન્ટ્રાક્ટરો દ્વારા દુકાનોમાં રૂપિયા ૬૦૦થી ૭૦૦માં બનાવી અરજદારો પાસેથી રૂપિયા ૧૨૦૦ લઇ અરજદારો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. આ અંગે અરજદારોએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, અમને ફોન કરવામાં આવ્યો હતો કે, તમારી તક્તિ તૈયાર થઇ ગઇ છે. રૂપિયા ૧૨૦૦ આપી તક્તિ લઇ જવી. જેનું અમને બીલ પણ આપવામાં આવ્યું નથી. સરકાર એક તરફ લોકોને સહાય ચુકવી મદદરૂપ બની રહી છે. તો બીજી તરફ સહાયના નેજા હેઠળ કોન્ટ્રાક્ટરો દ્વારા અરજદારો પાસેથી તક્તિના નામે વધુ નાણાં પડાવવામાં આવી રહ્યા છે. તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી કસુરવાર સામે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News