આવક કરતા વધુ સંપત્તિનો કેસમાં કર્ણાટક કોંગ્રેસનાં કદાવર નેતા શિવકુમારને EDનું તેડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:06:47
  • Views : 471
  • Modified Date : 2019-08-30 13:06:47

પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડી શિવકુમારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ મોકલીને પોતાની સમક્ષ હાજર થવાનું જણાવ્યું હતું.આવકના સ્રોત કરતાં વધુ સંપત્તિ ક્યાંથી લાવ્યા એ સવાલનો જવાબ તેમની પાસે માગવામાં આવ્યો હતો. શિવકુમારે ઇડીના સમન્સને રદ કરવા કર્ણાટક હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે એ અરજી ફગાવી દેતાં શિવકુમારે હવે ઇડી સમક્ષ હાજર થવું પડશે.શિવકુમારે હાઇકોર્ટમાં કહ્યું હતું કે મારો કેસ ઇન્કમટેક્સનો સાધારણ કેસ છે. મેં ઇન્કમટેક્સનું રિટર્ન ભરી દીધું છે. એમાં મની લોન્ડરીંગનો કોઇ કેસ નથી. ગઇ કાલે રાત્રે મને સમન્સ મળ્યું હતું જેમાં શુક્રવારે (આજે) બપોરે એક વાગ્યે મને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે છેલ્લાં બે વર્ષથી મારી માતાની સંપત્તિને જુદી જુદી સરકારી એજન્સીઓએ બેનામી સંપત્તિ ગણાવીને એની તપાસ શરૂ કરી હતી અને એ તપાસમાં મને પણ સામેલ કરી લીધો હતો. મેં કોઇ ખોટું કામ કર્યું નથી. મને ખુદ કર્ણાટક ભાજપના નેતાઓએ કહ્યું હતું કે હવે તને હેરાન કરવાના છે.વાસ્તવમાં ઇડીએ ગયા વરસે તેમની સામે મની લોન્ડરીંગનો કેસ નોંધ્યો હતો. ઇડીના અધિકારીઓએ કહ્યું હતું કે કરચોરી અને હવાલા લેણદેણના કારણે તેમની સામે કેસ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News