આતંકવાદીઓને ઓટોમેટિક મશીનગન આપી, LOC પર પાકિસ્તાન સુરંગ બનાવે છે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 14:42:36
  • Views : 508
  • Modified Date : 2019-08-09 14:42:36

જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ ભારત સરકારે રદ કર્યા બાદ અકળાયેલું પાકિસ્તાન LOC પર સુરંગ બનાવી રહ્યું હોવાની બાતમી ગુપ્તચર ખાતાને મળી હતી. સાથોસાથ પોતાના કબજા હેઠળના કશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદીઓને ઓટોમેટિક મશીનગન આપી રહ્યું છે એવું પણ જાણવા મળ્યું હતું. આ અંગે કેન્દ્રના ગૃહ ખાતાને માહિતી પહોંચાડવામાં આવી હતી.અત્રે એ નોંધવું જોઇએ કે લોકસભામાં 370મી કલમ રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરતી વખતે ગૃહ પ્રધાન અમિત શાહે એવી ઘોષણા કરી હતી કે અમે POK  પણ પાછું મેળવીને રહીશું. એટલે હાલ પાકિસ્તાન POK માં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા મથી રહ્યું છે. અમેરિકા પાસેથી ખરીદેલું પ્રેસર સેન્સર પાકિસ્તાન LOC નજીક ગોઠવી રહ્યું છે. પાકિસ્તાની લશ્કર પોતાના કબજા હેઠળના કશ્મીરમાં આતંકવાદીઓને 12.7 મિલિમીટરની હેવી મશીનગન આપી રહ્યું છે જેથી ન કરે નારાયણ અને  ભારતીય લશ્કર ત્રાટકે તો આ આતંકવાદીઓ એનો સામનો કરી શકે.દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સતત પોતાના પ્રધાનમંડળ અને લશ્કરી વડાઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. અત્યાર સુધીમાં આવી  એક કરતાં વધુ બેઠકો યોજાઇ ચૂકી છે.

Download Our B K News Today App



Related News