આતંકી હુમલાના એલર્ટને પગલે પોલીસ હરકતમાં, ઠેર-ઠેર હાથ ધરી તપાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 17:18:24
  • Views : 683
  • Modified Date : 2019-08-12 17:18:24

ઉલ્લેખનીય છે કે, પોલીસ હેડ ક્વાર્ટરમાં SRPની ચોકી ઉભી કરવામાં આવી છે. સ્ટાફ સિવાયના લોકોને અંદર જવાની મનાઈ.. હાલમાં પોલીસકર્મીઓની ગાડીઓની પણ તપાસ કરવામાં આવે છે. SRPના જવાનો દ્વારા ગાડીઓની તપાસ કરવામાં આવે છે. લાલ કિલ્લા નજીક પણ હાઇ એલર્ટ સુરક્ષા એજન્સીઓએ લાલ કિલ્લાથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં હુમલાની આશંકા વ્યક્ત કરતા એક ચેતવણી જાહેર કરી છે. દેશના તમામ એરપોર્ટને એલર્ટ કરી દેવાયા છે.તમામ રાજ્યોના પોલીસ વડાને સતર્ક રહેવાના આદેશ નોંધનીય છે કે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ તમામ રાજ્યોના પોલીસ વડાઓને પત્ર લખીને સુરક્ષા વધુ કડક બનાવવા જણાવ્યું છે. એરપોર્ટ, રનવે, એર સ્ટ્રીપ, એરફોર્સ સ્ટેશન, હેલિપેડ, ફ્લાઈંગ સ્કૂલ, ફ્લાઈંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સુરક્ષા વધારવા પણ એલર્ટ આપવામાં આવ્યું છે. એરપોર્ટના માર્ગમાં આવતી તમામ ચેક પોસ્ટ્સ પર પેટ્રોલિંગ વધારવાના ઓર્ડર જાહેર કરાયા છે.દરેક વાહન તપાસવાના આદેશ સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલ ચેતવણીમાં જણાવાયું છે કે એરપોર્ટ તરફ આવતા વાહનોમાં વિસ્ફોટક, આઈઈડી હોઈ શકે છે, જેનો ઉપયોગ હુમલો માટે કરવામાં આવી શકે છે. તેથી, બધા વાહનોને બહુવિધ સ્તરોમાં તપાસવું જોઈએ

Download Our B K News Today App



Related News