પાકિસ્તાન આતંકવાદ મામલે વધુ મોટો પર્દાફાશ, અમેરિકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 17:58:24
  • Views : 481
  • Modified Date : 2019-11-03 17:58:24

પાકિસ્તાનની નાપાક હરકતોનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. પાકિસ્તાનમાં હજુ પણ આતંક ઉછરી રહ્યો હોવાનો ખુલાસો બીજા કોઇએ નહીં પરંતુ વિશ્વની મહાસત્તા અમેરિકાએ જ કર્યો છે. અમેરિકાના સ્ટેટ રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાનની સરજમીન પર આજે પણ આતંકવાદ વકરી રહ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક રિપોર્ટમાં પાકિસ્તાન સામે ફરી એકવાર સવાલો કરાયા છે. આ રિપોર્ટમાં ભારતને આતંકવાદ વિરૂધ્ધની લડાઇમાં અમેરિકાના સાથી મિત્ર તરીકે દર્શાવાયો છે. આ ઉપરાંત આ રિપોર્ટમાં વધુ એક મોટો ખુલાસો કરાયો છે કે, પાકિસ્તાન ખાસ કરીને લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનો સામે ગાળિયો કસવા મામલે ખાસ કંઇ કરી શકતું નથી. અને પાકિસ્તાનની જમીન પર આ સંગઠનો ન માત્ર ફંડ એકત્ર કરી રહ્યા છે પરંતુ પાકિસ્તાનની જમીન પર જ ભરતી અને તાલીમની કામગીરી પણ કરી રહ્યા છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, આ સંગઠનો સાથે સંબંધ રાખનારા પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ઉભા રહે છે.


Download Our B K News Today App



Related News