કરતારપુરવાળા જિલ્લામાં જ આતંકવાદી કેમ્પ છે: ગુપ્તચર ખાતાને મળેલી ચોંકાવનારી હકીકતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:49:41
  • Views : 449
  • Modified Date : 2019-11-04 12:51:11

પાકિસ્તાનમાં કરતારપુર (દરબાર સાહિબ) આવેલું છે એ જ નારોવાલ જિલ્લામાં આતંકવાદી શિબિરો ધમધમે છે અને એ હકીકત ભારત માટે ચિંતા વધારનારી બની રહી છે.

12 મી નવેંબરે શીખોના પૂજ્ય ગુરૂ નાનકદેવની 550મી જયંતી છે એ નિમિત્તે હજારો શીખો કરતારપુરની મુલાકાત લેવાના છે. નવમી નવેંબરે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન આ કરતારપુર કોરિડોરનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાના છે.

નારોવાલ જિલ્લામાં જ આતંકવાદી શિબિરો ધમધમતી હોવાથી અને ત્યાં કેટલાક ખાલિસ્તાનતરફી પરિબળો સક્રિય હોવાથી સ્વાભાવિક રીતેજ ભારત સરકાર ચિંતિત છે. કરતારપુર જનારના સૌ શ્રદ્ધાળુઓને પણ સાવધ કરાયા હતા. કરતારપુર કોરિડોર ખુલવા આડે એક અઠવાડિયું પણ રહ્યું નથી ત્યારે નારોવાલ જિલ્લામાં આતંકવાદી શિબિરો હોવાની મળેલી માહિતીએ ગુપ્તચર ખાતાને ચોંકાવ્યું હતું.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

ગુપ્તચર ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાની પંજાબના મુરીદકે, શાકરગઢ અને નારોવાલ જિલ્લામાં સંખ્યબંધ સ્ત્રી પુરુષો આતંકવાદી શિબિરોમાં હાજર છે અને આતંકવાદની તાલીમ લઇ રહ્યાં છે એવી જાણકારી મળી હતી. 

દેશની ટોચની સિક્યોરિટી એજન્સીઓના વડા અધિકારીઓની એક બેઠક તત્કાળ મળી હતી. એમાં કરતારપુર કોરિડોર બહુ જલદી ખોલવાની પાકિસ્તાનની ઉતાવળ અંગે શંકા વ્યક્ત કરાયા બાદ આ માહિતી મેળવવામાં આવી હતી. 

ગુપ્તચર ખાતું માને છે કે પાકિસ્તાન ડ્રગ્સ અને ગેરકાયદે શસ્ત્રોની હેરફેર માટે આ કોરિડોરનો દુરૂપયોગ કરી શકે છે. ઉપરાંત જેના પર પ્રતિબંધ છે એ શીખ ફોર જસ્ટિસ નામની આતંકવાદી સંસ્થા પણ અહીં કાર્યરત છે. આ સંસ્થા ડિજિટલ મિડિયા દ્વારા ભારતવિરોધી પ્રચાર કરે છે.

Download Our B K News Today App



Related News