થરાદમાં આસ્થા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 17:31:49
  • Views : 1096
  • Modified Date : 2019-11-28 17:31:49

આયુષ્યમાન કાર્ડથી મફત સારવાર માટે સરકારે સરસ  ઉમદા સેવા અને યોજના બનાવી છે. જેમાં થરાદ ખાતે આવેલી આસ્થા હોસ્પિટલને આયુષ્યમાન માટે સરકારેઆસ્થાની બીઆઈએસ આઈડી આપી છે. પરંતુ આઈડીના આધારે હોસ્પિટલના આયુષ્યમિત્ર તરીકે રાખેલા નરેન્દ્રભાઈ નાગજીભાઈ ચૌધરીએ ૬૦ કાર્ડાે ડમી કાઢી ગ્રાહકોને આપી દીધા. તેમજ આયુષ્યમાન ડમી કાર્ડની સરકારને માહિતી મળતાં થરાદ હેલ્થ ઓફિસર જેપાલે આસ્થા હોસ્પિટલની આઈ.ડી જાતા ૬૦ ડમી  કાર્ડ નીકળી આવ્યા હતા અને આસ્થા હોસ્પિટલનો ડોક્ટર હિરજીભાઈ પટેલે બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરને શંકાના દાયરામાં રાખી તપાસ હાથ ધરી હતી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ જેટલી હોસ્પિટલોમાં બનાસકાંઠાની તપાસ કરવામાં આવશે. તેમજ રાજકોટ બાદ બનાસકાંઠાના થરાદની આસ્થા હોસ્પિટલમાં બોગસ આયુષ્માન કાર્ડ મળી આવ્યા હતા. તેમજ હોસ્પિટલને ડોક્ટર હિરજીભાઈ પટેલને થરાદ તાલુકા હેલ્થ ઓફિસરને આ બાબતે જાણ થતા આસ્થા હોસ્પિટલનું ધ્યાન  દાર્યુ હતુ આયુષ્માન યોજનાના બોગસ કાર્ડનુ રેકેટ, ડોક્ટર ફરીયાદી.થરાદ તાલુકામાં ભારત સરકારની આયુષ્માન યોજનાના બનાવટી કાર્ડનું રેકેટ ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના દવાખાને કામ કરતો યુવક અને તેનો સાથી છેલ્લા કેટલાય મહિનાથી ઓનલાઇન બોગસ કાર્ડ બનાવતા હતાબનાસકાંઠા જીલ્લાના થરાદ શહેરમાં આવેલી આસ્થા હોસ્પિટલમાંથી આયુષ્માન યોજનાના બનાવટી કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલમાં કામ કરતો આયુષ્માન મિત્ર નરેન્દ્ર નાગજીભાઇ ચૌધરી અને તેનો સાથી મિત્ર ભરત સેનજીભાઇ ઠાકોર ભેગા મળીને છેલ્લા 10 મહિનાથી કૌભાંડ કરતા હતા. જેમાં આસ્થા હોસ્પિટલના BIS IDના આધારે આયુષ્માન ભારતની વેબસાઇટ ઉપર OTP નંબર જનરેટ કરી તેના આધારે BIS ID ઉપરથી અત્યાર સુધી 60થી વધુ ડમી કાર્ડ બનાવ્યા હતા.સમગ્ર મામલે કેટલાક મહિના અગાઉ થરાદ તાલુકા આરોગ્ય દ્રારા કૌભાંડ પકડવાના ભાગરૂપે હોસ્પિટલને જાણ કરી હતી. જેથી આસ્થા હોસ્પિટલના ડોક્ટર હિરજી પટેલે ભરત અને નરેન્દ્રની પુછપરછ કરતા બોગસ કાર્ડ બનાવ્યા હોવાનુ સ્વિકાર્યુ હતુ. આથી ડોક્ટરે થરાદ પોલીસ મથકે બંને યુવક વિરૂધ્ધ આગથળા પોલીસ મથકે ફરીયાદ આપી હતી. અને બોગસ કાર્ડ લાખણી અથવા અન્ય કોઇ જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ આધારે આયુષ્માન યોજનાના કાર્ડ તા-25-1-2019થી તા-5-11-2019 ના સમય દરમ્યાન બનાવેલ હોવાનુ જણાવ્યુ છે આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News