લોક કલ્યાણની વ્યાપક પ્રવૃત્તિઓની ચોમેર સુવાસ ફેલાવતું કચ્છ નાના રતડીયા ગામે આવેલ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 16:39:25
  • Views : 426
  • Modified Date : 2020-01-07 16:39:25

લોક કલ્યાણની વ્યાપક પ્રવૃત્તિઓની ચોમેર સુવાસ ફેલાવતું કચ્છ નાના રતડીયા ગામે આવેલ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર 

યુગ પુરૂષ આંતર રાષ્ટ્રીય મંહત સભાપતિ પ.પૂ. ગીરજાદત્તગીરીજી મહારાજ ચકાચક નમુનેદાર નિઃશુલ્ક શ્રી પીઠ ગુરૂકુળ અજાડ ચલાવે 

દેવી શબ્દ આદિમાયા, યોગમાયાના અર્થમાં પ્રયુક્ત થાય છે. સ્થુળ અર્થ સ્ત્રી દેવતા થાય છે. આસૂરી શÂક્તના નાશ માટે દેવી દુર્ગા છે. તો વિદ્યાની ઉપાસના માટે દેવી સરસ્વતી છે. તેવી જ રીતે આશાપુરા માતાજીની ઉપાસના કરાય છે. દેશ-વિદેશમાં આશાપુરા માતાજીના મંદિરો છે. કચ્છની ધીંગી ધરા પર પુરાણ પ્રસિધ્ધ માનવ માત્રની સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમતું માંડવી તાલુકાના નાના રતડીયા ગામે આશાપુરાનું વિખ્યાત સ્થળ છે. 

નાના રતડીયા ગામે વીસ એકરમાં વિશાળ અને વિખ્યાત શ્રીયંત્ર સ્થાપના શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિરના યુગ પુરૂષ આંતરરાષ્ટ્રીય શ્રી મહંત સભાપતિ પ.પૂ. શ્રી ગીરજાદતગીરીજી મહારાજ અત્યંત સારા પ્રવર્ચનકાર છે. પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી પરમ કૃપાળુ પરમાત્માએ સ્થાપેલ શુધ્ધ, વૈદિક, ધર્મ, સંસ્કૃતિ સાથે આપેલ ધાર્મિક, આધ્યાÂત્મક જ્ઞાનની પરંપરાના જતન માટે અને તેના સંવર્ધન માટે આપણા ઋષિ મુનિઓ અને સંત મહાપુરૂષોએ અનેક કષ્ટ સહન કરીને જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે કરેલા અનંત 

ઉપકારોનું ઋણ આપણે કયારેય ચુકવી શકીએ તેમ નથી. માત્ર આપણે તો નમ્ર ભાવે આંત નાદે તેમના ચરણોમાં પ્રાર્થના કરી તેમણે આપેલી આજ્ઞા અને નિયમ ધર્મોનું પાલન કરી તેમનો દિવ્ય સંદેશ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી શકીએ. 

આપણી ઉપર અંનત પ્રકારે ઉપકારો કરનાર શ્રી આશાપુરા માતાજી છે. કચ્છના માંડવી તાલુકાના નાના રતડીયા ગામે આવેલ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે અવિરતપણે જન સેવાની પ્રવૃત્તિઓ ધમધમે છે, અત્રેનું ચકાચક નમુનેદાર નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા કે જયાં બ્રહ્મ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક પાઈ લીધા વિના શ્રી પીઠ ગુરૂકુળ ચાલે છે, વયોવૃધ્ધ છતા આજના યુવાનોને શરમાવે તેવા સ્ફુર્તિવાળા પૂ. શ્રી 

ગીરજાદત્તગીરીજી મહારાજ પહેરે કપડે બ્રહ્મ વિદ્યાર્થીઓને સંસ્કૃત અભ્યાસ કરવા આવવા જાહેર નિમંત્રણ આપે છે. ધ્યાના સાગર સમાન કરૂણા મૂર્તિ પાસે આવનાર કોઈપણ વ્યÂક્ત નિરાશ થઈને પાછો જતો નથી. આ અંગે મંદિરમાં રમતેરામ કેટલાંય સાધુ સંતોને પુછતા તેમને સુંદર જવાબ આપેલો કે કચ્છ નાના રતડીયાનું શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર તો સમગ્ર ભારતભરના સાધુ સંતો અભ્યાગતોનું પિયર છે. દરેકને મીઠો આવકાર મળે છે. મંદિરમાં દર્શન માટે આવનાર તમામને મંદિરના સર્વેસર્વા વિશ્વ વંદનીય શ્રી ગીરજાદત્તગીરી બાપુની આજ્ઞાથી સંતો, શિષ્યો પ્રેમથી દરેકને બે હાથ જાડી અન્નપૂર્ણા શાળામાં પ્રસાદ લેવા વિનંતી કરે છે. મા આશાપુરાની કૃપાથી શરૂ કરેલા દિનઃ દુઃખિયાની સેવામાં દવા, દુઆ અને ભોજન આ ત્રણેયના ત્રિવેણી સંગમનો અસંખ્ય લોકો હંમેશ લાભ મેળવે છે. ટુકડો ત્યાં હરિ ઢુકડો આ માનવ સેવાના સુત્રને મૂર્તિ મંત્ર કરવામાં આવેલ છે. મંદિરમાં માનવતાના ધોરણે સર્વમાં સમાન ભાવ રાખી જરૂરિયાતમંદ સૌને આરોગ્ય, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે તેમજ કુદરતી  આપતિ, અતિવૃષ્ટિ, દુષ્કાળ અને ભુકંપગ્રસ્ત વિસ્તારના પિડીતોને તાત્કાલિક તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે. આસો નવરાત્રી ગુરૂપૂર્ણિમા વૈશાખ સુદ તેરસ (માતાજીનો પાટોત્સવ) સહિતના તહેવારોની ધામ-ધુમથી ઉજવણી થાય છે. મંદિરમાં ગૌશાળા દર્શનીય છે છાશ કેન્દ્ર, ચિકિત્સાલય શરૂ છે. જંગલ વિસ્તાર હોવાથી હરણ અને રોઝના બચ્ચાં આવે છે. તેનો ઉછેર પણ અત્યંત સુંદર કરાય છે. 


Download Our B K News Today App



Related News