આસામ-બિહારમાં પુરના તાંડવમાં મોત આંક ૧૬૬ગુવાહાટી-પટણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 12:02:34
  • Views : 428
  • Modified Date : 2019-07-23 12:52:49


આસામ અને બિહારમાં પુર તાંડવ જારી છે. આજે વધુ પાંચ લોકોના મોત થયા હતા. આની સાથે જ બંને રાજ્યોમાં મળીને મોતનો આંકડો ૧૬૬ ઉપર પહોંચી ગયો છે. એકલા આસામમાં ૬૪ લોકોના મોત થયા છે. જ્યારે બિહારમાં ૧૦૨ લોકોના મોત થયા છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. એકલા બિહારમાં અસરગ્રસ્ત ૧૨ જિલ્લામાં કુલ ૭૨.૭૮ લાખ લોકોને અસર થઇ છે. પુરના કારણે હાલત કફોડી બનેલી છે. બે પૂર્વીય રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે.  બિહારમાં વધુ પાંચ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૦૨ ઉપર પહોંચી ગયો છે.  પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૨ જિલ્લાઓમાં પણ પુરની Âસ્થતિ ગંભીર બનેલી છે. બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે આજે સીતામઢી અને દરભંગા જિલ્લામાં રાહત કેમ્પની મુલાકાત લીધી હતી. સાથે સાથે અસરગ્રસ્તને મળીને તેમની Âસ્થતી અંગે માહિતી મેળવી હતી. નેપાળના તરાઇવાળા વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. બિહાર સરકાર સાથે હવે રોગચાળાને લઇને ખતરો રહેલો છે. બિહારમાં વધુ પાંચ લોકોના મોત થતાં મોતનો આંકડો ૧૦૨ ઉપર પહોંચ્યો છે. મધુબાની જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થતાં અહીં મોતનો આંકડો વધીને ૨૩ ઉપર પહોંચી ગયો છે. દરભંગામાં વધુ એકના મોત સાથે મોતનો આંકડો ૧૦ થયો છે. સીતામઢીમાં સૌથી વધુ ૨૭ લોકોના મોત થયા છે.  નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૧૨  જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની Âસ્થતિ સર્જાઈ ગઈ છે.


Download Our B K News Today App



Related News