ટ્રેકટર નીચે સાત વર્ષના બાળકને કચડનાર શખ્સને 6 માસની કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 10:21:16
  • Views : 460
  • Modified Date : 2020-03-19 10:21:16

ચાણસ્મા તાલુકાના દેલમાલ ખાતે 2005 માં દરગાહમાં ટ્રેકટર રીવર્સ લેવા જતાં 7 વર્ષના બાળક પર ટ્રોલાનું ટાયર ફરી વળતાં મોત થયું હતું.જે કેસ બુધવારે ચાણસ્મા જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 6 માસની સાદી કેદ સુધીની સજા કોર્ટે ફરમાવી હતી. ગત 23/3/2005ના રોજ સવારે 9 વાગ્યાના સુમારે દેલમાલ ગામે દરગાહના કમ્પાઉન્ડમાં ટ્રેકટર( જીજે 8જે626)ના ચાલક શ્રીમાળી તુરી જીતેન્દ્રકુમાર ચુનીલાલ(33) રીવર્સ લેતાં રેતી ભરેલ ટ્રોલી રાઠોડ ધરમાભાઇ સકુરભાઇનો 7 માસનો દીકરો ચેતન પર ટાયર ફરી વળતાં ચકદાઇ જવાથી મોત થયું હતું.જેનો કેસ ચાણસ્માના જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં આરોપીને ઇપીકો કલમ 279 માં 3 માસ સાદીકેદ અને રૂ. 500 દંડ,304(એ)માં 6 માસ સાદી કેદ અને રૂ.500 દંડ, એમવી એકટ કલમ 184 માં 2 માસ સાદી કેદ અને રૂ. 300 દંડ જ્યારે કલમ 134,177ના ગુનામાં રૂ. 100 દંડ ની સજા ફરમાવી હતી.

Download Our B K News Today App



Related News