અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપતી પ્રાંતિજ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-08 18:12:55
  • Views : 812
  • Modified Date : 2020-02-08 18:12:55

અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપતી પ્રાંતિજ પોલીસ

ગઈ તા. ૨૯-૦૧-૨૦૨૦ના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નિશાબહેન વા/ઓ અશ્વિનકુમાર કાંÂન્તલાલ ચાવડાએ આવી જાહેર કરેલ કે પોતાના પતી અશ્વિનકુમાર કાંÂન્તલાલ ચાવડા ઉ.વ.૩૯ રહે. અમદાવાદ સુમીન પાર્ક સોસાયટી મ.નં.-૧૫૨/બી સેજલ નગર કૃષ્ણનગર સૈજપુર બોધા મુળ રહે. કડી રોહિતવાસ ટાવરની બાજુમાં વાળા જેઓ કારંઝ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા હતા. તેમને સુખડ ગામની સીમમાં રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનચાલકે રાત્રીના સમયે હડફેટે લઈ મોત નીપજાવેલાની ફરિયાદ આપેલ. જે ફરિયાદ આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નંબર-૧૧૨૦૯૦૪૧૨૦૦૦૪૩/૨૦ ઈ.પી.કો. કલમ ૨૭૯, ૩૦૪(અ), એમ.વી. એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪બી મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ. જે ગુન્હાની તપાસની ગંભીરતા ધ્યાને લઈ મે. પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓની સૂચના હેઠળ મે. પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલીક, એ.એસ.પી.સુ. લવીના સિન્હા નાઓની સીધી દેખરેખ નીચે નાયબ પોલીસ અધિક્ષક કે.એસ.સુર્યવંશીના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી. ચંપાવત, પો.સબ. ઈન્સ બી.ડી. રાઠોડ નાઓએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ આદરેલ. જે તપાસની કડીથી કડી જાડી જાતા આ કામે મરણજનારના મોત અંગે શંકા કુશંકાઓ સર્જાતા આ કામે મરણજનાર પોલીસ કર્મીના પરિવારજનો, તેમના પરિવારના સભ્યો સાથે સંકળાયેલ બીજા માણસોની યુÂક્ત પ્રયુÂક્તપૂર્વક અલગ અલગ પાસાઓ બાબતે પુછપરછ કરી ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા અંતે આ કામે મરણજનારની મોતનો ભેદ ઉકેલાતા આ કામે મરણજનારની પÂત્ન નિશાબહેનને મનિષભાઈ અમૃતભાઈ મોરારભાઈ પરમાર રહે. ઈ-૧૦૪, આગમન રેસીડેન્સી, નરોડા મુÂક્તધામની સામે, દહેગામ રોડ, નવા નરોડા, અમદાવાદ મુળ રહે. મહેકાલ તા. તલોદ જિ. સાબરકાંઠા વાળા નાઓની સાથે પ્રેમ સંબંધ હોઈ અને તેમના પતિ આ કામે મરણજનાર તેમના પ્રેમ સંબંધમાં અડચણરૂપ થતા હોઈ જેથી આ કામે નિશાબહેન, તેમના પ્રેમી મનિષભાઈ, મનિષભાઈના ડ્રાઈવર નિલેશકુમાર નાઓએ મરણજનારનું મોત નીપજાવાનો નિર્ણય કરી ષડયંત્રની રચના ષડયંત્રને અંજામ આપવા સારૂ આ કામે મરણજનારને તા. ૨૮/૨૯/૦૨/૨૦૨૦ની રાત્રીના સમય દરમ્યાન દારૂ પીવડાવી દારૂના નશામાં ચકચુર કરી મનિષભાઈની સેન્ટ્રો ગાડી નં. જીજે. ૦૧. કેડબ્લ્યુ. ૩૨૩૦માં અમદાવાદથી પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં લઈ આવી ગળે ટુંપો દઈ નીચે પાડી મોઢાના, શરીરના ભાગે મનિષકુમારે ગાડી ચડાવી મોત નીપજાવેલાની હકીકત ફલીત થઈ આવેલ છે.  આ કામે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે. તેમજ ગુન્હામાં વાપરેલ સેન્ટ્રો ગાડી નં. જીજે. ૦૧.કેડબ્લ્યુ.૩૨૩૦ની તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.  


Download Our B K News Today App



Related News