નાસતા ફરતા આરોપીને ઝડપતી ગાંધીનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 16:09:39
  • Views : 424
  • Modified Date : 2020-02-05 16:09:39


મયંકસિહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ, ગાંધીનગર નાઓએ ગાંધીનગર રેન્જ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના ગુનામાં તેમજ ગુજરાત રાજ્યમાં અન્ય જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી અને તેઓને શોધી કાઢવા અંગે પી.એન.ઝાલા પો.સબ ઈન્સ. આર.આર.સેલ. તથા સ્ટાફને સૂચના કરતા સ્ટાફના એ.એસ.આઈ. કેશરસિંહ રતુજી, ડાહ્યાભાઈ ગણેશભાઈ, મલયભાઈ રત્નાભાઈ, પેરોલ ફર્લો સ્કોડના હરીસિંહ ભવાનસિંહ, મહેન્દ્રકુમાર કાનજીભાઈ નાઓ મહેસાણા જિલ્લા વિસ્તારમાં પ્રેટ્રોલિંગમાં હતા. દરમ્યાન હે.કો. હરીસિંહ તથા મહેન્દ્રભાઈ નાઓએ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે સતલાસણા પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.નં.૧૬૯/ર૦૧૯ પ્રોહી. કલમ ૬૬બી, ૬પ(એ)(ઈ), ૧૧૬બી, ૯૮(ર),૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સોલંકી મેઘરાજસિંહ ભીખુસિંહ રહે.નવાવાસ (રાજપુર) તા. સતલાસણા જિ.મહેસાણા વાળો હાલમાં નવાવાસ (રાજપુર) બસ સ્ટેન્ડ પાસે ઉભો હોવાની હકીકત આધારે રાજપુર બસ સ્ટેન્ડ પાસે જતા સદરી હકીકત વાળો ઈસમ મળી આવતાં તેની પુછ-પુરછ કરતા પોતે પોતાનું નામ સોલંકી મેઘરાજસિંહ ભીખુસિંહ રહે. નવાવાસ (રાજપુર) તા.સતલાસણા જિ.મહેસાણા વાળો હોવાનું જણાવેલ અને વર્ષ-ર૦૧૯ માં સતલાસણા પોલીસ સ્ટેશન ખાતે પોતાના વિરૂધ્ધમાં વિદેશીદારૂનો ગુનો નોંધાયેલ અને ત્યારથી પોતે નાસતો ફરતો હોય સદરી ઈસમને  સી.આર.પી.સી.કલમ-૪૧ (૧) આઈ મુજબ અટક કરી સતલાસણા પોલીસને સોંપી આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સતલાસણા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. 


Download Our B K News Today App



Related News