લઘુશંકા કરવાના બહાને પોલીસને ધક્કો મારી આરોપી ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 10:10:55
  • Views : 517
  • Modified Date : 2020-03-23 10:10:55

 ભાવનગરની જિલ્લા જેલના કેદીને પાલનપુરની કોર્ટમાં રજૂ કરવા ભાવનગર પોલીસ શુક્રવારે બસ દ્વારા લઇ આવી બસ સ્ટેન્ડમાંથી રિક્ષા દ્વારા પાલનપુરની સબજેલમાં લઇ જતી સમયે શખ્સ લઘુશંકા કરવાને બહાને રિક્ષા ઉભી રખાવી પોલીસ જવાનને ધક્કો મારી પોલીસ હાથમાંથી છટકી હાથ કડી સાથે ફરાર થઇ જતાં પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભાવનગરની જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા પાલનપુરના બાવરી ડેરાનો કિશોર રાહુલકુમાર અમરસિંહ અર્જુનભાઈ બાવરીને ભાવનગરની પોલીસ પાલનપુરની કોર્ટમાં રજૂ કરવા શુક્રવારે લઇ આવી હતી. જોકે બસ સ્ટેન્ડ પર ઉતરી પોલીસ જવાનો શખ્સને ભાડે રિક્ષામાં બેસાડી પાલનપુર સબજેલ લઇ જઈ રહ્યા હતા. તે સમયે બસ સ્ટેન્ડ બહાર નીકળતા જ રેલવે સ્ટેશનની દીવાલ નજીક શખ્સે લઘુશંકાને બહાને રિક્ષા ઊભી રખાવી હતી. જો કે તે સમયે પોલીસને ધક્કો મારી પાડી દઇ હાથ કડી સાથે રેલવે સ્ટેશનની દીવાલ કૂદી ભાગી ગયો હતો. જેને લઇ ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ મહાવીરસિંહએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News