ફરારી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લોે સ્કોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-06 16:38:13
  • Views : 453
  • Modified Date : 2020-02-06 16:38:13

ફરારી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લોે સ્કોડ પાલનપુર  ડીસા આઈ. જી.પી. સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજ નાઓ તથા પોલીસ અધિક્ષક  તરૂણકુમાર દુગ્ગલ  બનાસકાંઠાનાઓ તરફથી  નાસતા ફરતા તથા પેરોલ ફર્લોે ફરારી આરોપીઓ પકડવાની આપેલ સૂચના અંતર્ગત  પો.સ.ઇ. કે.કે.પાટડીયા પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડના છજીં કિરણસિંહ , અયુબખાન , પ્રવિણસિંહ , અ.હે.કોન્સ. સમીઉલ્લાખાન, શૈલેષભાઇ, કુલદીપસિંહ, નિકુલસિંહ , પોકો. સંજયભાઈ , જયપાલસિંહ, અશોકભાઇ વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે  આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા / પેરોલ /ફર્લોે ફરારી આરોપીની તપાસમાં હતા. દરમ્યાન સાથેના અ.હેડ.કો. નિકુલસિંહ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પેરોલ ફરારી  આરોપી પ્રધાનજી ઉર્ફે ટેમ્પો મેરૂજી ઠાકોર રહે.કુડા તા.લાખણી જિ.બનાસકાંઠા વાળાને તા.૦૪/૦૨/૨૦૨૦ ના ક.૧૭/૧૫  વાગે બાતમી હકીકત આધારે ખેરોલા ગામની સીમમાંથી પકડી પાડી જિલ્લા જેલ પાલનપુર ખાતે આગળની સજા ભોગવવા સારૂ મોકલી આપેલ છે.


Download Our B K News Today App



Related News