કમલેશ તિવારી મર્ડરઃ 3 હત્યારાએ હિંમત ભેગી કરવા દવાઓ ખાધી હતી, આરોપીઓના 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 14:40:32
  • Views : 438
  • Modified Date : 2019-10-21 14:40:32

ઉત્તર પ્રદેશના કમલેશ તિવારી હત્યાકાંડમાં રવિવારે મોટો ઘટસ્ફોટ થયો હતો. પોલીસના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે કહ્યું કે, કમલેશ તિવારીના હત્યારાઓએ હત્યાને અંજામ આપતા પહેલા ગભરાઈ ગયા હતા, જેથી તેમણે હિંમત વધારવા કોઈ દવા લીધી હતી. તેઓ જે હોટલમાં રોકાયા હતા, ત્યાંના રૂમમાંથી એ દવા પણ મળી છે. આ ઉપરાંત ત્યાંથી ચાકૂ, લોહીના ડાઘાવાળા ભગવા ઝભ્ભા, ટુવાલ, મોબાઈલ ફોન, શેવિંગ કિટ અને એક બેગ મળી છે. બીજી તરફ, અમદાવાદની કોર્ટે સુરતમાં પકડાયેલા ત્રણેય આરોપી મૌલાના મોહસીન શેખ સલીમ, ફૈઝાન અને ખુર્શીદ પઠાણના 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે.

લોહીવાળા કપડાં રૂમમાં જ છોડી દીધાં હતાં
પોલીસના જણાવ્યાનુસાર, આરોપી શેખ અશફાક અને પઠાણ મોઈનુદ્દીન અહેમદે લખનઉની હોટલ ખાલસામાં પોતાના આઈડીથી જ રૂમ બુક કરાવ્યો હતો. તેઓ 17 ઓક્ટોબરની રાતે રૂમ નં. 103માં રોકાયા હતા. આ દરમિયાન તેમની પાસે હથિયાર મૂકેલા મીઠાઈના ડબ્બા પણ હતા, જે તેમણે હોટલ કાઉન્ટર પર પણ મૂક્યા હતા. ત્યાર પછી તેઓ 18 ઓક્ટોબરે સવારે ભગવા કૂર્તા પહેરીને મીઠાઈના ડબ્બા લઈને ગયા હતા અને ત્રણ કલાક પછી પાછા આવ્યા હતા. ત્યાંથી ફરાર થયા ત્યારે તેમણે હોટલ રૂમમાં જ લોહીના ડાઘવાળા કપડાં છોડી દીધા હતા. આ બંને આરોપીએ હત્યા પહેલા હોટલ મેનેજરને ખુર્શીદબાગ મજાર અને ઈમામવાડાનું સરનામું પૂછ્યું હતું.

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીના પરિવારને મળ્યા હતા. શુક્રવારે લખનઉમાં બે હુમલાખોરોએ કમલેશની હત્યા કરી હતી. મુખ્યમંત્રીએ કમલેશના પરિવારને હત્યારાની ઝડપથી ધરપકડ થશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. બીજી તરફ પોલીસને સવારે લખનઉ સ્થિત ખાલસા હોટલમાંથી હુમલાખોરાના ભગવા વસ્ત્રો અને એક બેગ પણ મળી છે. હુમલાખોરો સુરતથી આવીને આ હોટલમાં રોકાયા હતા. પોલીસને તેમના ઓળખપત્રો પણ મળ્યા છે. પોલીસે કમલેશની હત્યાના મામલામાં શનિવારે સુરતથી ત્રણ અને બિજનૈરથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે સમગ્ર કાવતરું ફરીદ અને અશફાફ ફરાર છે. તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે ઘટનાનું ષડયંત્ર દુબઈમાં રચવામાં આવ્યું હતું.

હુમલાખોરો ઓરીજનલ ઓળખપત્રથી હોટલમાં રોકાયા હતા

પોલીસના જણાવ્યા મુજબ, ફરીદ અને અશફાક ઓરીજનલ ઓળખપત્ર દ્વારા 17 ઓક્ટોબરથી ખાલસા હોટલમાં રોકાયા હતા. તેમણે રાતે લગભગ 11 વાગે એક રૂમ લીધો હતો. તે આગળના દિવસે સવારે લગભ સાડા દસ વાગે નીકળી ગયા. પછીથી બપોરે 1.20 વાગે હોટલ પરત ફર્યા હતા અને 1.37 કલાકે ફરી ચાલ્યા ગયા હતા. હોટલની છાજલીમાંથી બેગ, લોઅર અને લાલ-ભગવા કપડા મળ્યા. તમામ કપડા પર ખૂનના નિશાન મળ્યા છે. નવો મોબાઈલ અને ચશ્માનો ડબ્બો, સેવિંગ કિટ વગેરે સામાન પણ મળ્યો છે.

સુરત-બિજનૌરથી અત્યાર સુધીમાં 5 હુમલાખોરોની ધરપકડ

ડીજીપી ઓમપ્રકાશ સિંહે કહ્યું હતું કે કમલેશની હત્યાના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. સીસીટીવી ફુટેજ મળ્યા બાદ ગુજરાત એટીએસએ સુરતથી મૌલાના મોહસિન સલીમ શેખ, ફૈજાન યુનુસ ભાઈ જિલાની અને રશીદ શેખની ધરપકડ કરી છે. જ્યારે યુપી એટીએસએ કમલેશ પર દોઢ કરોડ રૂપિયાનું ઈનામ રાખનાર બિઝનૌરના બે મૌલાનાઓ મોહમ્મદ મુફ્તી નઈમ કાજમી અને ઈમામ મૈલાના અનવારુલ હકને પકડ્યા છે.

હુમલાની જવાબદારી અલ-હિંદ બ્રિગેડ સંગઠને લીધી હતી

  • પોલીસના જણાવ્યા મુજબ, હુમલાનું ષડયંત્ર સાજિશ રશીદ શેખે બેૈ મહિના સુરતમાં રહીને રચ્યું હતું. જ્યારે ફૈજાને સુરતની દુકાનમાંથી મિઠાઈ લીધી હતી. તે દુકાનના સીસીટીવી ફુટેજમાં દેખાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કમલેશને મારવા ગયેલા હુમલાખોરોના હાથમાં મિઠાઈના આ જ ડબ્બા હતા, જેમાં તેમણે હથિયાર છુપાવીને રાખ્યા હતા.
  • અત્યાર સુધીની તપાસમાં કોઈ આતંકી સંગઠનની ભૂમિકા પ્રકાશમાં આવી નથી. કમલેશે 2015માં પૈગંબર મોહમ્મદ સાહેબને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, જે તેમની હત્યાનું કારણ બન્યું. હુમલાની જવાબદારી અલ-હિંદ-બ્રિગેડે સંગઠને લીધી હતી. તેણે કમલેશના નિવેદનોને ઈસ્લામ અને મુસ્લમાનોને બદનામ કરનાર ગણાવ્યા હતા.

યોગી બોલ્યા- ભયનું વાતાવરણ સર્જનાર સામે કડક પગલા લઈશું

  • યોગી સરકારે કમલેશના પરિવારને સંપૂર્ણ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે. યોગી આદિત્યનાથે શનિવારે કહ્યું હતું કે રાજયમાં આ પ્રકારની ઘટનાઓ ચલાવવામાં આવશે નહિ, દોષિતોને છોડવામાં આવશે નહિ. ભય અને આતંકનો માહોલ તૈયાર કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર તેમના હેતુને નિષ્ફળ બનાવશે.
  • જ્યારે કમલેશના પુત્ર સત્યમે કહ્યું કે અમે એનઆઈ પાસે તપાસ કરાવવા માંગીએ છીએ. પિતાની સાથે સુરક્ષા ગાર્ડ હતા, છતાં પણ આ ઘટના બની. એવામાં સ્થાનિક પ્રશાસન પર કઈ રીતે ભરોસો થાય. કમલેશની માતાએ દાવો કર્યો છે કે ગામમાં મંદિરને લઈને થયેલા વિવાદમાં સ્થાનિક ભાજપના નેતાએ તેના પુત્રની હત્યા કરી છે.

મિઠાઈના ડબ્બામાંથી પિસ્તોલ કાઢીને ગોળીઓ મારી

લખનઉમાં 18 ઓક્ટોબરે બપોરે 12થી 12.30ની વચ્ચે હુમલાખોરોએ કમલેશની હત્યા કરી હતી. બપોરે બે લોકો તેમને મળવા પાર્ટી ઓફિસે આવ્યા હતા. પહેલા તેમણે કમલેશનું ગળુ કાપ્યું હતું, પછી મિઠાઈના ડબ્બામાંથી પિસ્તોલ કાઢીને ગોળીઓ મારી હતી. કમલેશ હિન્દુ મહાસભાના પણ નેતા રહ્યાં હતા.

Download Our B K News Today App



Related News