AAP નેતાઓએ મોટા દાવા કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-04 08:06:20
  • Views : 94
  • Modified Date : 2024-01-04 08:06:20

એક્સાઇઝ પોલિસી કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના ત્રીજા સમન્સ પર પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા, ત્યારે ED આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ જ આ અંગેનો દાવો કર્યો છે.AAP દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમની ધરપકડ કરવા અને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાના કાવતરાનો ભાગ છે. જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે કેજરીવાલ સત્ય બહાર આવે તેવું ઈચ્છતા નથી.આમ આદમી પાર્ટીનો આરોપ છે કે મુખ્યમંત્રી કેજરીવાલને ED દ્વારા વારંવાર નોટિસ મોકલવી એ તેમની ધરપકડ કરવા અને તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાના કાવતરાનો ભાગ છે. ઉપરાંત આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ED ગુરુવારે એટલે કે આજે સવારે CM અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડશે,બાદમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે.દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ બુધવારે જણાવ્યુ હતુ કે EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વારંવારની લેખિત વિનંતીઓનો જવાબ આપ્યો નથી કે તેમને શા માટે પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. આતિશીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ વારંવાર EDને પૂછ્યું કે તેમને પૂછપરછ માટે કઈ ક્ષમતામાં બોલાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે આવી નોટિસોથી ડરતા નથી.જણાવી દઈએ કે આતિશી સિવાય રાજ્યસભાના સાંસદ ડૉ. સંદીપ પાઠકે પણ દાવો કર્યો હતો કે ED સીએમ કેજરીવાલના નિવાસસ્થાને દરોડા પાડશે, ત્યારબાદ તેમની પણ ધરપકડ થઈ શકે છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ EDની નોટિસ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે X અકાઉન્ટ પર લખ્યું છે કે, ED ગુરુવારે સવારે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે પહોંચીને તેમની ધરપકડ કરી શકે છે.તો સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે મુખ્યમંત્રી કેજરીવાલને સાક્ષી કે આરોપી તરીકે બોલાવવામાં આવી રહ્યા છે, તે અંગે EDએ હજુ સુધી જવાબ આપ્યો નથી. તેમણે કહ્યું કે આબકારી નીતિનો સમગ્ર મામલો રાજકીય છે અને કેન્દ્ર સરકારે તેમની ધરપકડ કરવાનું કાવતરું ઘડ્યું છે. AAP નેતાએ કહ્યું કે જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ નિર્દોષ સાબિત થશે.

Download Our B K News Today App



Related News