ડીસાના નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૭ ના રહીશો દ્વારા ગાંધીચીત્ત માર્ગે યોગ્ય આંદોલન કરીશું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 17:12:26
  • Views : 722
  • Modified Date : 2019-11-13 17:12:26

 ડીસાના નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૭ ના રહીશો પાસેથી  તમામ પ્રકારના સફાઈ વેરા, પાણી વેરા સહિતના અનેક વેરાઓ વસુલ કરવામાં આવતા હોવા છતાં કોઈ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવતી નથી. ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૭માં આવતા બ્રહ્મપુરી, મોચીવાસ, ગવલીવાસ, સાંચોરીયા વાસના લોકો પાસેથી સફાઈવેરો, પાણીવેરો, ઘરવેરો, લાઈટવેરો સહિતના અનેક વેરાઓ  વસુલવામાં આવે છે. પરંતુ આ વોર્ડ નંબર ૭માં રહેતા રહીશોને છેલ્લાં કેટલાંક વર્ષોથી  કોઈપણ પ્રકારની સ્વચ્છતા કરવામાં આવતી નથી, રોડ રસ્તાઓ બનાવવામાં આવતા નથી,સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવતી નથી  આવી કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવતી નથી.તેથી વોર્ડ નં-૭ના લોકો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારી સોસાયટીના લોકો પાસેથી નગરપાલિકા દ્વારા દરેક પ્રકારના વેરાઓ વસુલે છે પણ અમને કોઈ પ્રકારની સગવડ આપવામાં આવતી નથી. તેથી અમારા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ગાર વ્યવસ્થા, લાઈટ, તેમજ રોડ રસ્તાઓની સગવડો પૂરી પાડવામાં આવે  તેવી ઉગ્ર માંગ છે અને અમારી આ માંગને સંતોષવામાં ન આવે તો અમે ગાંધીચીત્ત માર્ગે યોગ્ય આંદોલન કરીશું

Download Our B K News Today App



Related News