આમ આદમી પાર્ટીનું 'ચલો ગાંવ કી ઔર' અભિયાન, ગ્રામના અને ખેડૂતોના મુદ્દે સંવાદ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 15:39:45
  • Views : 276
  • Modified Date : 2020-09-17 15:39:45

       આમ આદમી પાર્ટી દ્વારા 18મીથી ગ્રામ્ય વિસ્તારમાં અભિયાન શરૂ કરવામાં આવશે. આપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતુ કે, ચલો ગાંવ કી ઔર અભિયાન શરૂ કરવાનો ઈરાદો એ છે કે, ગુજરાતની અંદર છેલ્લા 20 વર્ષોના શાસનમાં ખેડૂતો, મજૂરો, શ્રમિકો, વેપારીઓ,વિદ્યાથીઓ હોય કે મહિલાઓ હોય, કોઈનો ઉદ્ધાર નથી થયો. કોંગ્રેસ પર પાછલા ઇલેક્શનમાં મુકેલ વિશ્વાસમાં જરાય ખરી ઉતરી નથી. 20 વર્ષથી થાકેલા તમામ વર્ગના લોકો અકળાયા છે. લોકોની રહી સહી આશા કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જતા જોઈ ખતમ થઈ ગઈ અને તેઓ ગુજરાતના બદલાવને ઝંખે છે.જેથી અમે ગામડે ગામડે જઈને તેમને આપમાં જોડવા માટે સંવાદ કરીશું.પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યુ હતુ કેસ આમ આદમી પાર્ટીના દિલ્હીના કાર્યોનો મહિમા ગુજરાતમાં ઠેર ઠેર ગવાય છે. લોકોનો આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વધતો જાય છે. બીજેપી અને કોંગ્રેસમાંથી રોજ સેંકડોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.આ 18મી સપ્ટેમ્બરથી તમામ તાલુકાઓના તમામ ગામમાં આમ આદમી પાર્ટીના પ્રભારીઓ અને કાર્યકર્તાઓની ટીમ ઉતરશે અને લોકોને આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિ વિશે માહિતગાર કરશે અને તે જ વિસ્તારમાંથી સારા અને સક્ષમ લોકોને આમ આદમી પાર્ટીમાં સમાવેશ કરી આવનાર સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની મજબૂત દાવેદારી ઉભી કરશે તેમ મનોજભાઈએ વધુમાં ઉમેર્યું હતું.

Download Our B K News Today App



Related News