જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 17:31:00
  • Views : 529
  • Modified Date : 2019-11-14 17:31:00

આઈ ફ્લોટર્સ એટલે આંખની સામે જોવા મળતાં ધાબા. તે ઘણીવાર આંખોની સામે તરતા જોવા મળે છે. સફેદ કાગળ, આકાશ જોતાં હોય ત્યારે આ ફ્લોટર્સ જોવા મળે છે.60 વર્ષની ઉંમરએ આ ફ્લોટર્સ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આમ તો આ ફ્લોટર્સથી આંખને નુકસાન થતું નથી. કેટલીકવાર ફ્લોટર્સના કારણે નજર નબળી પડી જાય છે. ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરતાં હોય ત્યારે તે દૂર હટી જાય છે. તે અલગ અલગ આકારના, કાળા કે ખાલી ધબ્બા જેવા અને વાંકીચુંકી રેખાઓ જેવા હોય છે. તે વિવિધ આકારના હોય છે. 

Download Our B K News Today App



Related News