જગાણામાં આખલાનો આતંક, એક જ દિવસમાં ત્રણને શીંગડા ભરાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:19:05
  • Views : 447
  • Modified Date : 2020-07-27 11:19:05

  પાલનપુરના જગાણામાં રવિવારે વિફરેલા આખલાએ વહેલી સવારે જ ત્રણ લોકોને શીંગડે ચડાવી ગંભીર ઇજાઓ પહોંચાડતા ગ્રામજનોમાં ફફડાટ પ્રસયો હતો.જો કે તે બાદ એકઠા થયેલા લોકોએ આખલાના પગે દોરડા બાંધી શાંત કરાયો હતો.પાલનપુરના જગાણામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રવિવારે ગામમાં વિફરેલા એક આખલાએ વહેલી સવારના સમયમાં જ વિવિધ કામ અર્થે નિકળેલા ત્રણ લોકોને શીંગડે ચડાવી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. રખડતા ઢોરોના ત્રાસથી ગ્રામજનોમાં ભય ઉભો થયો હતો. જો કે ઘટનાને પગલે અકત્રિત થયેલા લોકોએ વિફરેલા આખલાના પગે દોરડું બાંધી દેતા શાંત પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગામમાં ઢોરવાડો સહિત ઢોર ભરવા પાંજરા હોવા છતાં પંચાયત કે ડેરી દ્વારા કોઇ કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો અને ગામમાં રખડતા ઢોરોને પાંજરે પુરી ઢોરવાડામાં ખસેડવા માંગ ઉઠી છે.

ઇજાગ્રસ્ત
1.નાનજીભાઇ અખેરાજભાઇ પટણી
2.પરેશભાઇ કૌશીકભાઇ પટણી, 3.વસંતભાઇ ધર્માભાઇ પરમાર

Download Our B K News Today App



Related News