રમુણ મુકામે આદર્શ હાઈસ્કૂલ ડીસાનો એન.એસ.એસ. કેમ્પનો સમાપન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 13:03:46
  • Views : 456
  • Modified Date : 2020-01-09 13:03:46

રમુણ મુકામે આદર્શ હાઈસ્કૂલ ડીસાનો એન.એસ.એસ. કેમ્પનો સમાપન કાર્યક્રમ  યોજાયો

આદર્શ હાઈસ્કૂલ ડીસાના એન.એસ.એસ. કેમ્પની ખાસ શિબિરનો સમાપન કાર્યક્રમ ડીસા ધારાસભ્ય  શશીકાંતભાઈ પંડયાજીના અધ્યક્ષસ્થાને રામુણ પ્રાથમિક શાળા મુકામે યોજાયો હતો. શિબિરના મુખ્ય આકર્ષણો બેટી બચાવો બેટી પઢાવો, ગ્રામ સફાઈ, વૃક્ષ રોપણ, મફત મેડિકલ સારવાર, મફત પશુસારવાર, લોકડાયરો, રાષ્ટ્ર નિર્માણ માટેના બૌદ્ધિક પ્રવચનો, કન્યા કેળવણી વગેરે રહ્યા,  શશીકાંતભાઈ પંડયાજીએ આ કાર્યને ખૂબ બિરદાવ્યું લોકોને સ્વચ્છતા અને કન્યા કેળવણી માટે માર્ગદર્શન પૂરું પાડ્‌યું તદુપરાંત ગ્રામજનોની વિવિધ માંગણીઓ સાંભળી સ્થળ પરજ તેનો સ્વીકાર કરી ટૂંક સમયમાં પુર્ણ કરવાનું વચન આપ્યું.  તાલુકા પંચાયત પ્રમુખ ઉકાજી ઠાકોર ખાસ હાજર રહી એન.એસ.એસ.ના કાર્યની ખુબ સરાહના કરી ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્ય થતા રહે તે માટે એન.એસ.એસ.ના કાર્યકરોને પ્રોસાહિત કર્યા. કાર્યક્રમમાં  તાલુકા પંચાયત ચેરમેન રમેશભાઈ ચૌધરી, સુમેરસિંહ દરબાર રામસણ પૂર્વ સરપંચ, ટેટોડા હાઈસ્કૂલના નિયામક કરણભાઈ બારોટ, નવીનભાઈ બારોટ, હિતેશભાઈ અવસ્થી, પરેશભાઈ જીવરાણી, આદર્શ હાઈસ્કૂલના આચાર્ય કે.પી.રાજપૂત, નાગજીભાઈ ચૌધરી, ઉકાજી ચોટીયા, રમુણ સરપંચ મેવાભાઈ મોદી, રમુંણ માજી સરપંચ કૃષ્ણભાઈ ચૌધરી, નવીનભાઈ પટેલ,  પ્રગતી વિદ્યાલયના એમ.ડી. રધુભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહીને એન.એસ.એસ. ની પ્રવૃત્તિને બિરદાવી હતી. કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. ઓફિસર બ્રિજેશભાઈ જાડાવાલ તથા ડો.અરવિંદ ચૌધરી એ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ પવાયા તથા વિજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News