આડેધડ પાર્ક કરાતાં વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 11:51:20
  • Views : 407
  • Modified Date : 2020-03-18 11:51:20

શહેરના સરદાર બાગથી સોની બજાર સુધીના મુખ્ય રસ્તા પર દિવસભર લોકોની અવરજવર વધુ રહે છે.ત્યારે વાહન ચાલકો પણ રસ્તા વચ્ચે જ આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરી રહ્યાં છે.જેથી શહેરીજનો પણ માથાના દુ:ખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઇ ઉઠ્યાં છે. ડીસા શહેર ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણ દ્વારા મંગળવારે શહેરના સરદાર બાગ,સિવિલ હોસ્પિટલ,ફુવારા,ભગવતી ચોક, લેખરાજ ચાર રસ્તા,સોની બજારના મુખ્ય રસ્તા પર આડેધડ રીતે ઉભા કરાતા વાહન ચાલકો સામે તવાઇ હાથ ધરાઇ હતી.પોલીસ દ્વારા આડેધડ વાહનો પાર્ક ન કરવા વાહન ચાલકો-વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News