આડા સંબંધોની શંકાએ પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 17:03:59
  • Views : 1033
  • Modified Date : 2020-02-28 17:03:59

પંચમહાલ જિલ્લાના મોજરી ગામમાં પત્નીના આડા સબંધની શંકામાં પતિએ દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના નવાગામની સીમમાં લઇ જઇને પત્નીનું ચપ્પુ વડે નાક કાપી નાખ્યુ છે. પતિએ પત્નીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે રણધીકપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના કેવળિયા ગામમાં રહેતી સુમિત્રાબેન વણકરના લગ્ન મોરવા તાલુકાના મોજરી ગામમાં રહેતા કાળુભાઇ હીરાભાઇ વણકર સાથે થયા હતા. આ દરમિયાન પત્ની સુમિત્રાના અન્ય પુરૂષ સાથે આડા સબંધ હોવાની પતિને શંકા ગઇ હતી. જેથી ગત શનિવારે મંદિરે જવાનું કહીને પતિ તેની પત્ની સુમિત્રાને લઇ ગયો હતો. અને છેક દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના નવાગામ ગામ પાસે સીમમાં ડુંગર ઉપરથી પતિએ પત્નીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. અને ચપ્પુ કાઢીને પત્નીનું નાક કાપી નાખ્યું હતું. અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ સુમિત્રાને ગોધરાના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અને પોલીસે મહિલાના પતિ સામે ગુનો દાખલ કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Download Our B K News Today App



Related News