વાવની ફાંગડી પ્રા.શાળા આચાર્યની બદલીના વિરોધમાં બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 15:52:20
  • Views : 661
  • Modified Date : 2020-01-07 15:52:20


વાવ તાલુકાની ફાંગડી પ્રાથમિક શાળામાં આચાર્યની બદલીના વિરોધમાં સતત ચોથા દિવસે પણ બદલીનો વિરોધ કરી વાલીઓએ બાળકોને શાળાએ મોકલ્યા નહોતા. તો વળી સતત ચાર દિવસથી શાળાએ બાળકો નહિ આવતા ધો.૧ થી ૮માં અભ્યાસ કરતા શાળાના ૨૧૬ બાળકોનું શિક્ષણ બગડી રહ્યુ છે. ત્યારે વાલીઓની માંગણી છે કે ફાંગડી પ્રા.શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વશરામભાઈ બોકાની કુંડાળીયા પ્રા.શાળામાં બદલીનો કરવામાં આવે તેવો  સુર ઉઠવા પામ્યો હતો.વાવ તાલુકાની ફાંગડી પ્રા.શાળામાં ૫ વર્ષથી ફરજ બજાવતા વશરામભાઈ બોકાની બદલી થતાં ગ્રામજનોમાં ભારોભાર રોષ પ્રસર્યો છે. ત્યારે ફાંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે વશરામભાઈ બોકાને ફરીથી મોકલવામાં આવે તેવી વાલીઓની માંગણી કરી હતી. આ અંગે હાલમાં શાળાના આચાર્યનો ચાર્જ સંભાળી રહેલ ડાયાભાઈ હરિજને જણાવ્યું હતું કે શાળામાં બાળકોને વાલીઓએ મોકલ્યા નથી. આ અંગે ફાંગડી ઢેરીયાણા ગ્રુપ ગામના સરપંચ પબાભાઈ પટેલે જણાવ્યું હતું કે આચાર્યની બદલીના વિરોધમાં સતત ચાર દિવસથી શાળા બંધ છે, ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.


Download Our B K News Today App



Related News