દાંતાના રૂપપુરા ગામે પીકઅપની ટક્કરે જીપમાં બેઠેલા યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 11:36:58
  • Views : 401
  • Modified Date : 2020-08-05 11:36:58

   દાંતાના રૂપપુરા ગામે ડેરી નજીક સોમવારે પીકઅપ ડાલા ચાલકે જીપને ધડાકાભેર ટક્કર મારતા જીપમાં સવાર યુવકનું મોત નિપજ્યું હતું. જોકે પીકઅપ ચાલક ફરાર થઇ જતા મૃતકના પિતાએ ફરિયાદ નોધાવી છે.રાજસ્થાનના કોટડા તાલુકાના ગુરા ગામે રહેતા શંકરભાઇ જગદીશભાઇ પારઘીના દીકરા રાહુલની સગાઇ દાંતાના બોરડીયા ગામે કરેલી છે. જો કે રાહુલભાઇની મંગેતર સાસરે હતી. જેથી સોમવારે રક્ષાબંધનને દિવસે રાહુલભાઇ તેમની મંગેતરને પિયર બોરડીયા ગામે મુકી પરત જીપ નંબર જીજે-08-બીએચ-8672માં ઘરે જઇ રહ્યા હતા. તે સમયે દાંતાના રૂપપુરા ગામની ડેરી નજીક સામેથી આવી રહેલી પીકઅપ નંબર જીજે-15-એક્સ-9340 અને જીપ નંબર જીજે-08-બીએચ-8672 વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા જીપમાં સવાર રાહુલભાઇનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મૃતક રાહુલભાઇના પિતાએ પુરઝડપે વાહન હંકારી ટક્કર મારી દીકરાનું મોત નિપજાવવા મામલે પીકઅપ નંબર જીજે-15-એક્સ-9340ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ભરી હતી. 

Download Our B K News Today App



Related News