પાલનપુરમાં પૈસાની લેતીદેતી મામલે તેમજ વડામાં ચોરીનો શક રાખી યુવકને માર માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:44:21
  • Views : 529
  • Modified Date : 2020-08-07 11:44:21

   પાલનપુરના ગોબરીરોડ લાયન્સ હોસ્પીટલ નજીક બુધવારે ભાગળ (જગાણા)ના રેહાનભાઇ અબ્દુલખાલીક મુખીને પૈસાની લેવડ-દેવડ મામલે મારી નાખવાની ધમકીઓ આપતા રેહાનભાઇએ અકરમભાઇ ઇમ્તીયાઝભાઇ મેવાતી સહીત અજાણ્યા એક શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ કાંકરેજના વડા તલાણીપાર્ટીમાં રહેતા મેરૂભા કાળુભા વાઘેલાને ત્રણ શખ્સોએ ગલ્લામાંથી ચોરી થયા બાબતે મારી નાખવાની ધમકીઓ આપતા મેરૂભાએ અનુભા બન્નેસીહ વાઘેલા, જયહિંદસીહ બન્નેસીહ વાઘેલા અને વનુભા સનુભા વાઘેલા સામે ફરિયાદ આપતા તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News