ડીસામાં મુકબધીર બાળકી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:39:30
  • Views : 307
  • Modified Date : 2022-06-22 11:39:30

 

ઘટના બાદ સગીરા ઉપર દુષ્કર્મ કરનારા નરાધમો શોધવા ધાનેરા પોલીસની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે હાલમાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ હત્યા, આત્મહત્યા અને બળાત્કાર જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આજે લોકો પોતાની હવસ સંતોષવા માટે અનેક મહિલાઓ અને દીકરીઓનો શિકાર કરી રહ્યા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં બળાત્કારના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ડીસાના એક મંદિરના ઓટલા ઉપર થોડા દિવસ અગાઉ ત્યાં રહેતી મુક બધિર સર્ગભા અને તેની માતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવ્યા હતા. જ્યાંથી સગીરા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે તેના પર દુષ્કર્મ ગુજારનાર સખ્શોની ઓળખ થાય તેના માટે તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે આ સગીરાને પેટમાં 7 માસનો ગર્ભ છે ત્યારે બાળક જન્મે તેના પહેલા તેના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે જે ચુકાદો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.પરંતુ હાલ તો આ ઘટનામાં ભોગ બનાર સગીરાના માતાની ફરિયાદના પગલે ધાનેરા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. અને આરોપીઓ તાત્કાલિક ઝડપાઈ જાય તે માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Download Our B K News Today App



Related News