અમદાવાદમાં ફ્લેટ ખરીદવા 5 લાખ માંગી મહિલાને દીકરી સાથે કાઢી મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 16:36:54
  • Views : 536
  • Modified Date : 2020-07-31 16:36:54

   ડીસાના ભાચરવાની પરિણિતાને તેના સાસરીયાઓએ અમદાવાદમાં ફ્લેટ ખરીદવા રૂ.5 લાખનું દહેજ માંગી જો દહેજ નહીં લાવે તો મારી નાખવાની ધમકીઓ આપી સંતાન સાથે કાઢી મુકતા પરિણિતાએ પતિ સહીત સાસરીયાના 6 સભ્યો સામે ફરિયાદ નોધાવી છે. ધાનેરાના સિલાસણા ગામની યુવતિના લગ્ન ડીસાના ભાચરવા ગામે રહેતા પરબતભાઇ રાવતાભાઇ પરમાર સાથે થયા હતા. જો કે છેલ્લા ચાર વર્ષથી સાસરીયાઓની ચઢામણીથી પરણીતાને તેનો પતિ અવાર નવાર શારીરીક માનસીક ત્રાસ આપી રહ્યો હતો. અને તે બાદ પતિએ પરિણિતા પાસે અમદાવાદમાં ફ્લેટ ખરીદવા રૂ.5 લાખની દહેજ મંગાવી હતી. જો રૂ.5 લાખ લીધા વિના આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી મારકુટ કરી દીકરી સાથે સાસરીયેથી કાઢી મુકી હતી. જેથી પરિણિતાએ પાંથાવાડા પોલીસ મથકે દહેજ માંગી કાઢી મુકનારા તેના પતિ પરબતભાઇ રાવતાભાઇ પરમાર સહિત સાસરીયાના રાવતાભાઇ ખેમાભાઇ પરમાર, કાળીબેન રાવતાભાઇ પરમાર, રમીલાબેન રાવતાભાઇ પરમાર, રામાભાઇ રાવતાભાઇ પરમાર અને મહેશભાઇ રાવતાભાઇ પરમાર સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News