ઓસ્ટ્રેલિયામાં હૈદરાબાદની એક મહિલાની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-11 15:57:32
  • Views : 104
  • Modified Date : 2024-03-11 15:57:32

ઓસ્ટ્રેલિયાના બકલીમાં એક મોટી ઘટના સામે આવી છે. હૈદરાબાદની એક 36 વર્ષીય મહિલાની શનિવારે અહીં હત્યા કરવામાં આવી હતી. કથિત રીતે તેનો મૃતદેહ રોડની બાજુના ડસ્ટબીનમાં મળી આવ્યો હતો. મહિલાના પતિ પર હત્યાનો આરોપ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો.મળતી માહિતી મુજબ મહિલાની ઓળખ ચૈતન્ય મધગની તરીકે થઈ છે. કથિત રીતે મહિલાના પતિએ આ હત્યા કરી છે. આ ઘટના બાદ તે પોતાના બાળક સાથે હૈદરાબાદ માટે ઉડાન ભરી હતી. અહીં બાળકીને મહિલાના માતા-પિતાને સોંપવામાં આવી હતી.મહિલા તેના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. વિક્ટોરિયા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે બપોરે વિન્ચેલસી નજીક બકલીમાં એક મહિલા મૃત હાલતમાં મળી આવી છે. મૃત મહિલા અહીં માઉન્ટ પોલોક રોડ પર મળી આવી હતી. હોમિસાઈડ સ્કવોડની ડિટેક્ટીવ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે મિરકા વે, પોઈન્ટ કુક પર રહેણાંકના સરનામે બીજા ક્રાઈમ સીન મળી આવ્યા હતા. તે બકલી હત્યા કેસ સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે.વિક્ટોરિયા પોલીસે વધુમાં જણાવ્યું કે, તપાસ ટીમ મહિલાના મોતને શંકાસ્પદ માની રહી છે. શરૂઆતમાં એવું લાગે છે કે સંડોવાયેલા લોકો એકબીજાને ઓળખે છે અને ગુનેગાર દેશ છોડીને ભાગી ગયો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા અનુસાર, મહિલા તેમના મતવિસ્તારની હોવાથી, આ મામલાની માહિતી મળતાં તેઓ તેના માતાપિતાને મળ્યા હતા. ધારાસભ્યએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે મહિલાના માતા-પિતાના અનુરોધ પર તેમણે મૃતદેહને હૈદરાબાદ લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ કહ્યું કે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયને પણ જાણ કરી છે. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, મહિલાના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જમાઈએ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.

Download Our B K News Today App



Related News