ગ્રેટર નોઈડા વેસ્ટની એક સોસાયટીમાં ભયાનક આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 13:01:06
  • Views : 90
  • Modified Date : 2024-03-07 13:01:06

દેશ – દુનિયામાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક આગ લાગવાની ઘટના ગ્રેટર નોઈડા વેસ્ટની એક સોસાયટીમાં બની હતી.ગુરુવારે સવારે ગ્રેટર નોઈડા વેસ્ટની એક સોસાયટીમાં આગ એટલી ભયાનક હતી કે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઉતાવળમાં અહીં અને ત્યાં દોડતા જોવા મળ્યા હતા.આ આગ લાગવાની ઘટના ગૌર સિટી ટુના 16મા એવન્યુમાં બની છે.અનેક ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.આગ એટલી ભયંકર હતી કે ફ્લેટની અંદરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.

Download Our B K News Today App



Related News