ડ્રગ્સના સપ્લાયરને પકડવા એક ટીમ મુંબઈ રવાના, 1.33 કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણ આરોપીના 7 દિવસના રિમાન્ડ મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 12:02:03
  • Views : 252
  • Modified Date : 2020-09-25 12:02:03

        શહેર ક્રાઇમ બ્રાન્ચે મેગા ઓપરેશન હેઠળ MD ડ્રગ્સ સાથે ઝડપી લીધેલા ત્રણેય યુવાનના 7 દિવસના રિમાન્ડ મેળવી તેમની પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે સાત દિવસના રિમાન્ડ જ મંજૂર કર્યા છે, જેથી પોલીસે એક ટીમ મુંબઈના સપ્લાયરને ઝડપી પાડવા રવાના કરી છેસુરત ક્રાઇમ બ્રાન્ચે ગત મંગળવારના રોજ મેગા ઓપરેશન હાથ ધરી શહેરના ડુમસ રોડ, સરથાણા, વરાછા વિસ્તારમાંથી રૂ.1.33 કરોડની કિંમતનું 1 કિલો 334 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડી ત્રણ વ્યક્તિ મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી ( રહે. એ/203, આશિયાના કોમ્પ્લેક્સ, અડાજણ પાટિયા, ન્યૂ રાંદેર રોડ, સુરત ), સંકેત શૈલેશભાઈ અસલાલિયા ( ઉં.વ.22, રહે. એફ/202, રામેશ્વર એપાર્ટમેન્ટ, વીઆઈપી સર્કલ પાસે, ઉતરાણ, અમરોલી, સુરત. મૂળ રહે. દામનગર ગામ, તા.લાઠી, જિ. અમરેલી. ) અને વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ ( ઉં.વ.38, રહે. ઘર નં.એ/24, પટેલનગર, ભવાની સર્કલ નજીક, વરાછા, સુરત. મૂળ રહે. વલાસણ ગામ, જિ.આણંદ.)ની ધરપકડ કરી ડ્રગ્સ, બે કાર, 7 મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ.1.44 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડ્રગ્સના આ વેપારમાં સામેલ સુરતના આદિલ અને મુંબઈ-બોરીવલીના રોહનને વોન્ટેડ જાહેર કર્યા હતા..રાંદેર કોઝવે રોડ, જિમખાના રોડ, અડાજણ પાલ રોડ, ડુમસ રોડ પર જિંજર હોટલની ગલીમાં નવા ગણપતિ ઓવારા, પાર્લે પોઇન્ટની થ્રી સ્ટાર હોટલની પાછળના વોક વેથી લઈ અઠવાગેટ વોકવે સુધીમાં તપાસ કરવાની જરૂર છે. ડુમસ આસપાસની ડ્રગ્સ ઘુસાડાતું હોવાની ચર્ચા છેસંકેત અસલાલિયા 10 મહિનાથી વાપીથી 10થી 12 અલગ કંપનીનાં કેમિકલો લાવી પ્રવાહી સાથે મિક્ષણ કરી કડોદરાની ફેક્ટરીમાં MD ડ્રગ્સ તૈયાર કરતો હતો. રૂમ બંધ કરી રાત્રિના સમયે ડ્રગ્સ બનાવતો હતો. સૂત્રોનું માનીએ તો સંકેત યુ-ટયૂબ પર વિડિયો જોઈ એમ.ડી. ડ્રગ્સ બનાવતો હતો.

Download Our B K News Today App



Related News