દિલ્હીના ગાઝીપુરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો,કારે 15 લોકોને કચડી નાખ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 12:40:13
  • Views : 100
  • Modified Date : 2024-03-14 12:40:13

દિલ્હીના ગાઝીપુરમાં એક ગંભીર અકસ્માત બન્યો છે. તેજ રફ્તારથી આવતી એક કારે બુધ બજારમાં 15 લોકોને કચડી નાખ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે સ્થાનિકોએ આ કાર ડ્રાયવરને ઝડપીને પોલીસ હવાલે કર્યો છે.મળતી માહિતી પ્રમાણે ગાઝીપુરમાં બુધબજારમાં એક ટેક્સી ચાલક દારૂના નશામાં તેની ટેક્સીને દોડાવીને ધસી આવ્યો હતો.આ ભીડભાડવાળી જગ્યાએ ટેક્સી ડ્રાઈવરે તેજ ગતિએ કાર હંકારી હતી અને 15 લોકો પર ચઢાવી દીધી હતી. આ 15 લોકો પૈકી 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક વ્યક્તિએ ઘટનામાં પોતાનો જીવ ગુમાવવો પડયો છે. મૃત્યુ પામનાર એક મહિલા હોવાનું સામે આવ્યુ છે.  ઇજાગ્રસ્તોની હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર બુધવારે મોડી સાંજે આ ઘટના બની હતી. અકસ્માતની આ ઘટના જોઇને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ નશામાં ધૂત ટેક્સી ડ્રાયવરને ઝડપી લીધો હતો. લોકોએ ટેક્સી ડ્રાઈવરને પકડીને ખરાબ રીતે માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. સાથે જ તમામ ઈજાગ્રસ્તોને સ્થળ પર હાજર લોકોએ ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કુલ 15 લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. જેમાંથી સાત લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાર ચાલકની તપાસમાં જાણવા મળ્યું કે ઘટના સમયે તે દારૂના નશામાં હતો. પોલીસે જણાવ્યું કે આ કારના ચાલકે દારૂના નશામાં બુધ બજારથી મયુર વિહાર ફેઝ થ્રી તરફ હંકારી હતી.

Download Our B K News Today App



Related News