લોકગીતોનો સમીક્ષાત્મક કાર્યક્રમ ‘લોકરંગ’ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:21:46
  • Views : 335
  • Modified Date : 2020-09-26 12:21:46

       ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાતના જાણીતા વિવેચક, સંશોધક, નાટ્યકાર, કવિ તથા ઇતિહાસવિદ્ અને પુરાતત્વવિદ્ રસિકલાલ છો. પરીખની સ્મૃતિમાં આજે સાંજે 5.30 વાગે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે. લોકસંગીતમાં માતબર પ્રદાન કરનાર અને લોકગીતો, દોહાઓ અને લોકવાર્તાઓ પ્રસ્તુત કરનાર અરવિંદભાઈ બારોટનો ‘લોકગીતોમાં કુટુંબજીવન’ નામે ‘લોકરંગ’ કાર્યક્રમ રજૂ થશે.1953માં ગુજરાતની રંગભૂમિ પર એક નવો વળાંક અને નવી તાજગી લાવનાર ‘મેના ગૂર્જરી’ના નાટકના લેખક રસિકલાલ પરીખ હતા. તેમણે લોકોમાં પ્રસિદ્ધ એવો મેના ગૂર્જરીનો ગરબો વાંચ્યો અને ત્યારથી એ કથાને નાટ્યરૂપ આપવાનો સંકલ્પ કર્યો હતો. તેમાં ગુજરાતના લોકગીતોમાં આલેખાયેલા કુટુંબજીવનની હૃદયસ્પર્શી ઘટનાઓની સાથોસાથ લોકગીતોની સાહિત્યસ્વરૂપ તરીકે પણ સમીક્ષા કરવામાં આવશે. શનિવારે 5.30 વાગે ઓનલાઈન પ્લેટફોર્મ પર કાર્યક્રમ થશે.

Download Our B K News Today App



Related News