થરાદના રામપુરા ગામની સગર્ભા મહિલા બે લાખના દાગીના સાથે ગુમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 15:50:07
  • Views : 594
  • Modified Date : 2020-08-10 15:50:07

    થરાદના રામપુરા ગામની સગર્ભા પત્ની રોકડ રકમ તેમજ શરીર પર પહેરેલા સોના-ચાંદીના બે લાખથી વધુના દાગીના સાથે ગુમ થતાં ચકચાર પતિએ પોલીસ મથકે પત્ની ગુમ થયાની લેખિત જાણ કરી હતી. રામપુરા ગામે રહેતા દીનેશપુરી અમરપુરી ગોસ્વામી તેઓના લગ્ન એકાદ વર્ષ અગાઉ રાજસ્થાનના જાલોર જિલ્લાના જસવંતપુરા ગામની સંતોષબેન ગોસ્વામી સાથે કરવામાં આવ્યા હતા. જેમાં પત્ની ખેતરમાં રહી ખેત મજૂરી તેમજ પતિ અન્ય મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતાં હતાં. ત્યારે 7 ઓગસ્ટના રોજ પતિ મજૂરી અર્થે ગયો હતો ત્યારે પત્ની ખેતરે હતી. પતિ સાંજેે ઘરે પરત ફરતાં પત્ની ઘરમાં જોવા ન મળતા આજુબાજુ તેમજ સગા સબંધીઓમાં શોધખોળ હાથ ધરતાં ક્યાંય પતો લાગ્યો ન હતો. જેથી પતિ દીનેશપુરીએ થરાદ પોલીસ મથકે લેખિત અરજી કરી હતી. તેના એક હાથ પર પતિ દીનેશપુરી તેમજ બીજા હાથ પર સંતોષબેન કોતરાવેલ છે તેમજ તારા જેવા ટેટુ ચિતરાવેલ છે.

Download Our B K News Today App



Related News