સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પી.આઈ.એ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા, પોતાની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 13:02:53
  • Views : 418
  • Modified Date : 2020-09-20 13:02:53

        સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે ગઇકાલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી છે. સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની જ કારમાં તેમણે જીવન ટૂંકાવ્યું છે. તેઓ કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. પ્રિતેશ પટેલે ક્યા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી. પરંતુ તેમની આત્મહત્યાથી પોલીસ બેડામા ચર્ચા શરૂ થઈ ગઈ છે.ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટમાં રહેતા મૂળ બાયડના 41 વર્ષના પી.આઈ પ્રિતેશ પટેલ રોજની જેમ સચિવાલયના સલામતી શાખામાં નોકરી જતાં હતાં. પરંતુ ગઈકાલે નોકરીએથી પરત ન આવતાં પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતાં. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસે તપાસ કરતાં સચિવાયલમાં સલમાતી શાખામાં પહોંચી હતી, જ્યાં આવેલા પાર્કિગમાં કારમાં તપાસ કરતાં PIની લાશ મળી આવી હતી.પોલીસે કારનો દરવાજો ખોલ્યો તો PI લોહીલુહાણ હાલતમાં અંદર પડ્યાં હતાં. પ્રિતેશ પટેલે પોતાની કારમાં જ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમના પરિવારમાં પુત્ર-પુત્રી અને પત્ની છે.નોંધનીય છે કે, પ્રિતેશ 2008માં પોલીસ સર્વિસમાં જોડાયા હતાં. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવી હતી.તેઓ મૂળ બાયડના વતની છે.હાલ સરગાસણમાં ખાનગી ફ્લેટમાં રહેતા હતા. 6-7મહિનાથી ગાંધીનગર સચિવાલય સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. મૂળ અરવલ્લીના બાયડના રહેવાસી ગાંધીનગરના સરગાસણથી સચિવાલય અપડાઉન કરતા હતા. તેઓ 6 મહિના પહેલા બાયડ ખાતેનું મકાન વેચી ગાંધીનગર શિફ્ટ થયા હતા. પી.આઇ તેમના પિતાના ઘરથી અલગ રહેતા હતા. PIના પિતા બાયડ ખાતે તમાકુનો વેપાર કરે છે.

Download Our B K News Today App



Related News